Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, બેદરકારી રાખશો તો રદ થઈ જશે તમારું PAN Card

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ કહ્યું છે કે જે કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં PAN નંબરને આધાર સાથે લિંક નહીં કરે તેમને 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સના જણાવ્યા પ્રમાણે પેનલ્ટી ચૂકવીને 31 માર્ચ, 2023 સુધી આધાર કાર્ડને પાન કાર્ડ સુધી લિંક કરી શકાશે. જે બાદમાં પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આજે પાન-આધાર લિંક કરવાનો અંતિમ દિવસ છે. લિંક ન કરવા પર 1 એપ્રિલથી 500 અને જૂન 2022થી લાગશે રૂ.1,000ની પેનલ્ટી

  • 31 માર્ચ સુધી આધાર-પાન લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા કરવાશે કાર્યવાહી
  • 1 એપ્રિલથી 500 અને 30જૂન 2022થી લાગશે રૂ.1,000ની પેનલ્ટી
  • લિંક ન થયેલ પાન કાર્ય માર્ચ 2023 પછી થઈ જશે રદ

Trending Photos

Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, બેદરકારી રાખશો તો રદ થઈ જશે તમારું PAN Card

નવી દિલ્લીઃ પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. કારણકે, કોઈપણ નાણાંકિય વ્યવહાર હોય કોઈપણ પ્રકારની પૈસાની લેવડ-દેવડ હોય કે પછી બેંક સાથેનો કોઈ સીધો વ્યવહાર હોય ત્યારે મોટી રકમનો આર્થિક વ્યવહાર કરતી વખતે તમારી પાન કાર્ડની જરૂર અવશ્ય પડતી હોય છે. મકાન-દુકાન કે વાહનની ખરીદી માટે પણ લોન લેતી વખતે પાન કાર્ડ અને આધાર કાર્ડની ચોક્કસ જરૂર પડે છે. આવા સમયે આ બન્નેનું લિંકઅપ હોવું અતિઆવશ્યક છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના આદેશાનુસાર આજે પાન-આધાર લિંક કરવાનો છેલ્લો દિવસ છે. જો તમારી પાસે પણ PAN અને આધાર કાર્ડ છે અને તમે તેને હજુ સુધી લિંક નથી કરાવ્યું તો તમારે આવતીકાલ એટલે કે 1લી એપ્રિલથી તમને એની પેનલ્ટી લાગવાની શરૂ થઈ જશે.

 

— Income Tax India (@IncomeTaxIndia) March 30, 2022

 

ખુદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ આ અંગે માહિતી આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કહ્યું છે કે જે કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં PAN નંબરને આધાર સાથે લિંક નહીં કરે તેમને 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. એટલું જ નહીં સીબીડીટી દ્વારા જારી કરાયેલા સર્ક્યુલર અનુસાર માર્ચ, 2023 પછી આધાર સાથે લિંક ન થયેલ પાન નિષ્ક્રિય બની જશે.

રદ કરી દેવામાં આવશે તમારું પાન કાર્ડઃ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ કહ્યું છે કે જે કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં PAN નંબરને આધાર સાથે લિંક નહીં કરે તેમને 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. બાયોમેટ્રિક આધાર સાથે PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. જો તમે આવતીકાલ સુધીમાં લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ થઈ જશે.

PAN નો ઉપયોગ ક્યાં થાય છે?
PAN નો ઉપયોગ બેંક ખાતું ખોલવા, સ્થાવર મિલકત ખરીદવા અથવા ઓળખના પુરાવા તરીકે થાય છે. જે કરદાતાઓ PAN ને આધાર સાથે લિંક નથી કરતા તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. જેઓ પાસે આવકવેરા પોર્ટલની ઍક્સેસ નથી, તેમના માટે 'લિંકિંગ પ્રક્રિયા' SMS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સીબીડીટીએ કહ્યું કે જો તમે સમયસર લિંક નહીં કરો તો તમારે 500 રૂપિયા લેટ ફી તરીકે ચૂકવવા પડશે. આ પેનલ્ટી ફી આગામી ત્રણ મહિના એટલે કે 30 જૂન, 2022 સુધીની રહેશે. તે પછી કરદાતાએ 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તે જ સમયે, PAN ને આધાર સાથે લિંક ન કરવાના કિસ્સામાં, 31 માર્ચ, 2022 થી PAN કાર્ડ નકામું થઈ જશે. AKM ગ્લોબલના અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવ્યા બાદ આખરે દંડની રકમની માહિતી જાહેર કરી છે. 1 એપ્રિલ પહેલાના ત્રણ મહિના માટે દંડની રકમ 500 રૂપિયા અને ત્યાર બાદ 1,000 રૂપિયા હશે. NRI લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે કેટલાક કિસ્સાઓમાં તેમની પાસે આધાર નથી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવા જેવા આવકવેરા સંબંધિત કાર્યોને પૂર્ણ કરવા માટે હવે આધાર નંબરને PAN સાથે લિંક કરવું ફરજિયાત છે."

એક SMS વડે કરો લિંક
ઇનકમ ટેક્સ વિભાગે ટેક્સપેયરોને ઓપ્શન આપ્યો છે કે તે SMS દ્વારા આધાર-પાનને લિંક કરાવી શકો છો. આ રીત સૌથી સરળ છે. તેના માટે તમારે તમારા ફોનમાંથી UIDPAN ટાઇપ કરવાનું છે. ત્યારબાદ સ્પેસ આપીને તમારો આધાર નંબર અને તમારો પાન નંબર નોંધવાનો છે. ઉદાહરણ તરીકે UIDPAN<space><12-digit Aadhaar><space><10-digit PAN> લખીને 567678 અથવા 56161 પર એસએમએસ મોકલવાનો છે. ત્યારબાદ ઇનકમ ટેક્સ વિભાગ તમારા બંને નંબરને લિંક પ્રોસેસમાં નાખી દેશે. 

ઓનલાઇન કરી શકો છો લિંક

  • સૌથી પહેલાં જો તમારું એકાઉન્ટ બનાવેલું નથી તો પહેલાં તમે રજીસ્ટ્રેશન કરાવો.
  • ઇનકમ ટેક્સ વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાવ.
  • વેબસાઇટ પર એક ઓપ્શન જોવા મળશે 'લિંક આધાર', અહીંયા ક્લિક કરો.
  • લોગઇન કર્યા બાદ પોતાના એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જાવ.
  • પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનું ઓપ્શન જોવા મળશે, તેને સિલેક્ટ કરો.
  • અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કૈપ્ચા કોડ ભરો. 
  • જાણકારી ભર્યા બાદ નીચે દેખાઇ રહેલા 'લિંક આધાર' ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમારું આધાર લિંક થઇ જશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news