Freshworks IPO: આ ભારતીય કંપનીએ કમાલ કર્યો, 500 કર્મચારીઓ રાતોરાત બની ગયા કરોડપતિ, જાણો કેવી રીતે
કર્મચારીઓના કરોડપતિ બની જવા પર માતૃભૂતમે કહ્યું કે આ પ્રકારની ચીજો ભારતમાં વધુ કરવાની જરૂર છે. કર્મચારીઓની મહેનતથી આ શક્ય બન્યું છે, તેઓ તેના માટે યોગ્ય છે. જેમ જેમ કંપની મોટી થતી ગઈ, આ તમામ કર્મચારીઓએ તેમા યોગદાન આપ્યું.
Trending Photos
નવી દિલ્હી: આઈટી સેક્ટરની કંપની ફ્રેશવર્ક્સ(Freshworks) ની અમેરિકાના નાસડેક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું છે. આ સાથે જ અમેરિકી બજારમાં સૂચીબદ્ધ થનારી પહેલી ભારતીય સોફ્ટવેર એઝ સર્વિસ (SAAS) અને યુનિકોન કંપની બની ગઈ છે. આ કંપનીમાં કામ કરનારા 500થી વધુ કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયા છે. જેમાંથી 70 લોકોની ઉંમર તો 30 વર્ષથી પણ ઓછી છે. ગિરીશ માતૃભૂતમ (Girish Mathrubhootam)ની આ કંપનીમાં 4000થી વધુ કર્મચારીઓ કામ કરે છે.
નાસડેક ઈન્ડેક્સમાં કરી એન્ટ્રી
મળતી માહિતી મુજબ કંપનીના શેરે નાસડેક (Nasdaq) ઈન્ડેક્સ પર પોતાના ઈશ્યુ પ્રાઈઝથી 21 ટકા ઉપર 36 ડોલરના ભાવે એન્ટ્રી કરી. આ સાથે જ કંપનીની માર્કેટ કેપ 12 અબજ ડોલર ઉપર પહોંચી ગઈ. આજે 76 ટકા કર્મચારીઓ પાસે ફ્રેશવર્ક્સના શેર છે. ફ્રેશવર્ક્સના સીઈઓ ગિરીશ માતૃભૂતમે લિસ્ટિંગના માધ્યમથી કર્મચારીઓ માટે પૈસા કમાવવા પર કર્યું કે હું વાસ્તવમાં ખુશ અને ગૌરવ અનુભવું છું. કંપનીની આ ઉપલબ્ધિથી હું ખુબ ખુશ છું. આ આઈપીઓએ મને અત્યાર સુધીમાં ફ્રેશવર્ક્સના તે તમામ કર્મચારીઓ પ્રતિ પોતાની જવાબદારી નિભાવવાની તક આપી છે, જેમણે છેલ્લા દસ વર્ષમાં અમારા પર વિશ્વાસ કર્યો અને ફ્રેશવર્ક્સમાં યોગદાન આપ્યું છે.'
કર્મચારીઓની મહેનતથી શક્ય બન્યું
કર્મચારીઓના કરોડપતિ બની જવા પર માતૃભૂતમે કહ્યું કે આ પ્રકારની ચીજો ભારતમાં વધુ કરવાની જરૂર છે. કર્મચારીઓની મહેનતથી આ શક્ય બન્યું છે, તેઓ તેના માટે યોગ્ય છે. જેમ જેમ કંપની મોટી થતી ગઈ, આ તમામ કર્મચારીઓએ તેમા યોગદાન આપ્યું. હું માનું છું કે કંપનીના આ રિવન્યુને તે લોકો સાથે શેર કરવામાં આવે જેમણે તેને બનાવી છે. આ ફક્ત કંપનીના મામલિકના અમીર થવા કે રોકાણકારોના અમીર થવા માટે નથી. હું એ વાતથી ખુશ છું કે અમે એક નવો પ્રયોગ કર્યો અને અમે તેને ચાલુ રાખીશું.
— Freshworks Inc (@FreshworksInc) September 22, 2021
76 ટકા કર્મચારીઓના શેર
માતૃભૂતમે વધુમાં કહ્યું કે અમે અમારી આ મુસાફરી ચાલુ રાખીશું. કંપની માટે અનેક કર્મચારીઓ અને અમારા મિશનમાં વિશ્વાસ ધરાવનારા લોકોની લાઈફ ચેન્જિંગ માટે હાલ ખુબ મોટી તક છે. મને ખબર છે કે ફ્રેશવર્ક્સ માટે હજુ શરૂઆતનો સમય છે. પંરતુ અમે આમ જ આગળ કરતા રહીશું. અત્રે જણાવવાનું કે ફ્રેશવર્કર્સની શરૂઆત 2010માં ચેન્નાઈમાં ગિરિશ માતૃભૂતમ અને શાન કૃષ્ણાસામી દ્વારા કરાઈ હતી. તેના ગ્રાહકો 120થી વધુ દેશોમાં છે અને તેના તમામ રાજસ્વ અમેરિકામાં માન્યતા પ્રાપ્ત છે. આ એક આઈટી કંપની છે. કંપનીના 76 ટકા કર્મચારીઓના ફર્મમાં શેર છે. અત્રે જણાવવાનું કે ફ્રેશવર્ક્સે આઈપીઓ દ્વારા અમેરિકામાં 91.2 કરોડ ડોલર ભેગા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે