Rs 1 Old Note: જો તમારી પાસે પણ આવી એક રૂપિયાની નોટ હોય તો આનંદો....કરાવશે ખુબ આર્થિક ફાયદો!
One Rupee Special Note: જો તમને જૂની નોટ અને સિક્કા ભેગા કરવા ગમતા હોય તો તે તમારા માટે આવકનું મોટું સાધન બની શકે છે. કેટલાક લોકો એવા પણ જોવા મળે છે જેમને આવા જૂના સિક્કા અને નોટોનું કલેક્શન રાખવું ખુબ ગમતું હોય છે. જેટલા જૂના સિક્કા અને ચલણી નોટ તમારી પાસે હશે તેની કિંમત એટલી જ વધુ જોવા મળે છે. હાલ આવી કરન્સીના ભાવ આકાશને આંબી રહ્યા છે.
Trending Photos
One Rupee Special Note: જો તમને જૂની નોટ અને સિક્કા ભેગા કરવા ગમતા હોય તો તે તમારા માટે આવકનું મોટું સાધન બની શકે છે. કેટલાક લોકો એવા પણ જોવા મળે છે જેમને આવા જૂના સિક્કા અને નોટોનું કલેક્શન રાખવું ખુબ ગમતું હોય છે. જેટલા જૂના સિક્કા અને ચલણી નોટ તમારી પાસે હશે તેની કિંમત એટલી જ વધુ જોવા મળે છે. હાલ આવી કરન્સીના ભાવ આકાશને આંબી રહ્યા છે. આવી જ એક કરન્સી નોટ વિશે અમે તમને જણાવીશું. લોકો વિચારતા હશે કે એક રૂપિયાની નોટની વેલ્યૂ તો ફક્ત એક રૂપિયો જ હોઈ શકે. પરંતુ જો તમારી પાસે આ એક રૂપિયાની યૂનિક નોટ હશે તો તેના તમને હજારો-લાખો રૂપિયા મળી શકે છે. ઓનલાઈન એક વેબસાઈટ પર એક રૂપિયાની નોટ હજારોમાં વેચાઈ રહી છે.
એક રૂપિયાની નોટની કિંમત
યુનિક નોટ્સની કિંમત વધુ હોય છે તે આપણે બધા જાણીએ છીએ. લોકો આવી નોટની ખરીદી કરવા માટે તલપાપડ રહેતા હોય છે. coinbazzar.com પર એક યૂનિક નોટ છે આ નોટની કિંમત 42 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે આ નોટ હાલ 13 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી રહી છે. તેની વાસ્તવિક કિંમત 55 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. કેટલાક લોકો એવા પણ જોવા મળે છે જે આવી નોટને ખરીદ્યા બાદ વધુ કિંમતમાં વેચે છે. આવો જાણીએ કે આખરે આ એક રૂપિયાની નોટની કિંમત આટલી વધુ કેમ છે અને તેની પાછળનું કારણ શું છે.
તમારી પાસે છે આ યુનિક નોટ?
આ નોટ લગભગ 30 વર્ષ જૂની છે. આ એક રૂપિયાની નોટનો નંબર 786786 છે અને તેનો પ્રીફિક્સ 56S છે. તેના પર તે સમયના નાણા સચિવ એસ વેંકિટરમણના હસ્તાક્ષર પણ છે. આવી ફેન્સી નંબરની નોટ ખરીદવા માટે અનેક લોકો તૈયાર બેઠા હોય છે. જો કે જેમની પાસે આવા યુનિક નંબરવાળી નોટ હોય તેઓ આ રીતે ઓનલાઈન વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવીને પોતાની પાસે રહેલી નોટની કિંમત લગાવીને વેચી શકે છે. અત્રે જણાવવાનું કે આ પ્રકારની નોટોની અનેક વેબસાઈટ પર હરાજી થઈ રહી છે અને સારી એવી રકમ પણ ઉપજી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે