Indian Railways News: હવે ચાલતી ટ્રેનોમાં માણો મનપસંદ વ્યંજનોનો સ્વાદ, રેલવેએ શરૂ કરી આ સુવિધા

ટ્રેનોમાં સફર કરવા સમયે ગરમ-ગરમ મનપસંદ ભોજન કરવાની ઈચ્છા હોય તો આ સમાચાર તમારા માટે છે. રેલ મંત્રલાય (Ministry of Railways)એ યાત્રીકોની સુવિધા માટે પસંદગીના સ્ટેશનો પર ઈ-કેટરિંગ (E-Catering)ની સુવિધા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 
 

Indian Railways News: હવે ચાલતી ટ્રેનોમાં માણો મનપસંદ વ્યંજનોનો સ્વાદ, રેલવેએ શરૂ કરી આ સુવિધા

નવી દિલ્હીઃ ટ્રેનોમાં સફર કરવા સમયે ગરમ-ગરમ મનપસંદ ભોજન કરવાની ઈચ્છા હોય તો આ સમાચાર તમારા માટે છે. રેલ મંત્રલાય (Ministry of Railways)એ યાત્રીકોની સુવિધા માટે પસંદગીના સ્ટેશનો પર ઈ-કેટરિંગ (E-Catering)ની સુવિધા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે માટે રેલ મંત્રાલયની કંપની આઈઆરસીટીસી (IRCTC)ને રેલવે બોર્ડ (Railway Board)ની તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. પરંતુ હજુ ટ્રેનોના પેન્ટ્રી કારમાં ભોજન બનશે નહીં. ટ્રેનોમાં પહલાની જેમ ડબ્બા બંધ રેડી ટૂ ઇટ (Ready to eat) ખાદ્ય પદાર્થ પિરસવામાં આવશે. 

કોરોના કાળમાં બંધ થઈ હતી સુવિધા
રેલવેએ લૉકડાઉન બાદ તબક્કાવાર રીતે ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું હતું, તે સમયે ટ્રેનોમાં લાગેલી કારમાં ફરીથી ભોજન બનાવવાનો આદેશ આપ્યો નહતો. માત્ર એટલી મંજૂરી મળી હતી કે પેન્ટ્રી કારમાં પાણી ગરમ કરી શકાય છે. જેથી તે પાણીથી ટ્રેનના ડબ્બામાં ચા-કોફી કે રેડી ટૂ ઈટ મટિરિયલ તૈયાર કરી શકાય. તે સમયે ઈ-કેટરિંગ સેવા પણ બંધ રાખવામાં આવી હતી. 

શું હોય છે ઈ કેટરિંગ સેવા
ઈ કેટરિંગ સેવા હેઠળ યાત્રી આઈઆરસીટીસીની વેબસાઇટ (IRCTC Website) કે મોબાઇલ એપ (Mobile app)થી ભોજન ઓર્ડર કરે છે. તેમાં મેન્યૂ તે રીતે જોવા મળે છે, જેમ કોઈ રેસ્ટોરન્ટમાં હોય છે. તમે  જ્યારે ટ્રેનમાં બર્થ કે સીટની સૂચના તેમાં ભરો છો, તો જણાવી દેવામાં આવે છે કે આ સ્ટેશન પર તમારી સીટ પર ભોજન મળી જશે. 

મનપસંદ ભોજન મળી શકશે
આઈઆરસીટીસીની આ સુવિધાના માધ્યમથી યાત્રી ઓનલાઇન પસંદગીનું ભોજન ઓર્ડર કરી શકશે. અત્યાર સુધી ડબ્બા બંધ દાળ-ભાત, ઉપમા, પૌવા વગેરે જેવા વ્યંજન ટ્રેનોમાં મળી રહ્યાં હતા. હવે તમે ઈચ્છો તો ડોસા કે મુર્ગ મલાઈ, તંદૂરી પરાઠા અને શાહી પનીર પણ ઓર્ડર કરી શકશો. 

આ મહિને શરૂ થશે સેવા
રેલ મંત્રાલય પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર આઈઆરસીટીસી આ મહિનાના અંતમાં ઈ-કેટરિંગ સર્વિસ શરૂ કરી દેશે. હજુ કોરોના ગયો નથી, તેથી ઈ કેટરિંગ શરૂ કરવા માટે રેલવે બોર્ડ તરફથી કડક દિશાનિર્દેશો મળ્યા છે. તેના કામકાજ દરમિયાન રેસ્ટોરન્સના કર્મચારીઓ અને ડિલિવરી બોયનું થર્મલ સ્ક્રેનિંગ, નિયમિત સમય પર રસોઈની સફાઈ, રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને ડિલીવરી બોય દ્વારા સુરક્ષાત્મક ફેસ માસ્ક કે ફેસ શીલ્ડનો ઉપયોગ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news