Bank Holidays: આગામી સપ્તાહે 4 દિવસ બંધ રહેશે બેન્ક, પૂરા કરી લો જરૂરી કામ


આગામી સપ્તાહે બેન્ક હડતાળ અને રજાઓને કારણે બેન્ક સતત ચાર દિવસ બંધ રહેશે. તેથી તમારા માટે સરળ રહેશે કે તે પહેલા તમામ જરૂરી કામ પૂરા કરી લો. 
 

Bank Holidays: આગામી સપ્તાહે 4 દિવસ બંધ રહેશે બેન્ક, પૂરા કરી લો જરૂરી કામ

નવી દિલ્હીઃ આગામી બે સપ્તાહ બેન્ક સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે, તેથી જરૂરી હશે કે તમે બેન્ક સાથે જોડાયેલા તમારા કામ પતાવી લો. બેન્કના મેગા મર્જર વિરુદ્ધ બેન્ક યૂનિયનોની હડતાળ અને તહેવારોના કારણે બેન્ક બંધ રહેશે. બેન્ક બંધ રહેવાને કારણે એટીએમમાં રોકડની મુશ્કેલી થઈ શકે છે, તેથી જો તમારે જરૂરીયાત હોય તો પૈસા કાઢીને ઘરમાં રાખી લો. 

બેન્ક મર્જરના વિરોધમાં હડતાળ
10 બેન્કોનો વિયલ કરી ચાર મોટી બેન્ક બનાવવાની કેન્દ્ર સરકારની જાહેરાતના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશન  (AIBEA) તથા ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (AIBOA)એ 27 માર્ચે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે બેન્ક બંધ રહેશે. 27 માર્ચે ચોથો શનિવાર છે, જેના કારણે બેન્ક બંધ રહેશે, જ્યારે 29 માર્ચે રવિવારે રજા છે. 

ઘણા શહેરોમાં તહેવારોની રજા
આગામી સપ્તાહે સોમવાર તથા મંગળવારે બેન્ક ખુલી રહેશે, પરંતુ બુધવારે એટલે કે 25 માર્ચે ગુડી પર્વ તથા તેલૂગુ ન્યૂ યર ડેને કારણે વિભિન્ન શહેરોમાં બેન્ક બંધ રહેશે. બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ તથા નાગપુર જેવા શહેરોમાં બેન્ક 25 માર્ચે સ્પ્રિંગ ફેસ્ટિવલને કારણે બંધ રહેશે. 

બે દિવસની રજા છે
ગુરૂવાર એટલે કે 26 માર્ચે બેન્કોનું કામકાજ થશે, પરંતુ શુક્રવારે બેન્કની હડતાળને કારણે બેન્કનું કામકાજ પ્રભાવિત થશે. શનિવાર અને રવિવારે રજાઓ રહેશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news