Changes from 1st june : ટ્રાફિક લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર

New Rule From 1st June 2024: નવા મહિનાની શરૂઆત સથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ જશે, ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી નવા મહિનાની શરૂઆત સાથે નવા નિયમ લાગૂ થઇ જશે. 

Changes from 1st june : ટ્રાફિક લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર

Rules change from 1 June 2024: નવા મહિનાની શરૂઆત સથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ જશે, ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી નવા મહિનાની શરૂઆત સાથે નવા નિયમો લાગૂ થઇ જશે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડશે. નવા નિયમો વિશે તમને જાણકારી હોવી જોઇએ, નહીંતર મુશ્કેલી વધી શકે છે. 

બદલાઇ શકે છે ગેસ સિલિન્ડરના ભાવ 
ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. દર મહિનાની પહેલી તારીખે સવારે 6 વાગે સિલિન્ડરના ભાવ જાહેર કરે છે. આ વખતે પણ 1 જૂને ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે. ઓઇલ કંપનીઓ 14 કિલોવાળા ઘરેલૂ અને અને 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નક્કી કરશે. 

આધાર કાર્ડ અપડેટ
યૂઆઇડીએઆઇ (UIDAI) એ આધાર કાર્ડ (Aadhaar Card) અપડેશનને લઇને જાણકારી આપી છે. આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની તારીખ 14 જૂન સુધી કરી છે. તમે સરળતાથી કોઇપણ ફી વિના 14 જૂન સુધી ફ્રીમાં આધારને અપડેટ કરાવી શકો છો. ઓફલાઇન અપડેટ એટલે કે આધાર કેન્દ્રમાં જઇને અપડેટ કરાવવા પર 50 રૂપિયા પ્રતિ અપડેટ ચાર્જ ચૂકવવો પડશે. 

ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો
1 જૂનથી ટ્રાફિકના નવા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જૂનથી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જવાની જરૂર નહીં પડે. તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને તમારું DL પણ મેળવી શકો છો, નવા નિયમ હેઠળ RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો.

ગાડી ચલાવવા પર કિશોરને ભરવો પડશે 25000 રૂપિયાનો દંડ
1 જૂનથી 18 વર્ષથી નાની ઉંમરવાળા કિશોરને ગાડી ચલાવવા પર તેની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે. જો કિશોર ગાડી ચલાવતાં પકડાય છે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. રોડ અકસ્માતને રોકવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news