Bonus Share: દોડો..દોડો...1 શેર પર 7 શેર મફત આપશે આ કંપની, એક વર્ષમાં આપ્યું 588% રિટર્ન

NBFC Stock: મલ્ટિબેગર NBFC સ્ટોકે માત્ર 6 મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. એક વર્ષમાં સ્ટોકનું વળતર 588 ટકા હતું.

Bonus Share: દોડો..દોડો...1 શેર પર 7 શેર મફત આપશે આ કંપની, એક વર્ષમાં આપ્યું 588% રિટર્ન

NBFC Stock: સ્મોલકેપ એનબીએફસી સનશાઈન કેપિટલ લિમિટેડે (Sunshine Capital Ltd) રોકાણકારોને ભેટ આપી છે. સનશાઈન કેપિટલ (Sunshine Capital) ના બોર્ડે સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર ઇશ્યૂ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે (12 જાન્યુઆરી, 2024), NBFC કંપનીના શેરમાં 2 ટકાની અપર સર્કિટ (Upper Circuit) લાગી હતી. મલ્ટિબેગર NBFC સ્ટોકે માત્ર 6 મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. એક વર્ષમાં સ્ટોકનું વળતર 588 ટકા હતું.

સ્ટોક સ્પ્લિટ
સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર સનશાઈન કેપિટલ (Sunshine Capital) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:10 સ્ટોક સ્પ્લિટ અને 7:1 બોનસ શેરને મંજૂરી આપી છે. NBFC કંપનીની બોર્ડ મીટિંગ 12 જાન્યુઆરી 2024ના રોજ મળી હતી. આ અંગેની રેકોર્ડ ડેટ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે અને એક્સચેન્જને જાણ કરવામાં આવશે, એમ કંપનીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું.

શેર બાયબેક શું છે?
જ્યારે કોઈ કંપની ઓપન માર્કેટ દ્વારા શેરહોલ્ડર્સ પાસેથી તેના પોતાના શેર ખરીદે છે, એટલે કે રિપરચેજ કરે છે, ત્યારે તેને શેર બાયબેક કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કંપનીઓ ટેન્ડર ઓફર અને ઓપન માર્કેટ ઓફર દ્વારા બાયબેક કરે છે.

Sunshine Capital Bonus Shares
રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, સનશાઈન કેપિટલ (Sunshine Capital Bonus Share) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે દરેક રૂપિયા 1ના 1 ઈક્વિટી શેર માટે 1 રૂપિયાના 7 ઈક્વિટી શેરના ગુણોત્તરમાં બોનસ શેર (Bonus Share) આપવા પર વિચારણા કરી અને મંજૂરી આપી. સનશાઈન કેપિટલે 12 જાન્યુઆરીના રોજ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે આ અંગેની રેકોર્ડ ડેટ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે અને એક્સચેન્જને માહિતી આપવામાં આવશે.

Sunshine Capital Share Price History
NBFC સનશાઈન કેપિટલ (Sunshine Capital Share Price)નું માર્કેટ કેપ રૂ. 181.88 કરોડ છે. સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ રૂ. 177.85 અને લો લેવલ રૂ. 18.40 છે. મલ્ટિબેગ સનશાઈન કેપિટલના શેરે 1 મહિનામાં 22 ટકા, 6 મહિનામાં 101 ટકા અને એક વર્ષમાં 588 ટકા વળતર આપ્યું છે. 12 જાન્યુઆરી, 2024 ના રોજ, શેર રૂ. 139.68 પર બંધ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news