વધારે બેંકોમાં ખાતા હોય તો બહુ ખુશ થવા જેવું નથી! થઈ શકે છે મોટું નુકસાન

Multiple Bank Account Holders: વ્યક્તિનાં નામે એકથી વધુ બેન્ક ખાતા મુશ્કેલી નોંતરી શકે છે. તમે વિચાર્યું પણ ન હોય તે રીતે તમને નાણાકીય નુકસાન થઈ શકે છે. પગારદાર વ્યક્તિએ આ નુકસાનને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

વધારે બેંકોમાં ખાતા હોય તો બહુ ખુશ થવા જેવું નથી! થઈ શકે છે મોટું નુકસાન

Multiple Bank Account Holders: વ્યક્તિનાં નામે એકથી વધુ બેન્ક ખાતા મુશ્કેલી નોંતરી શકે છે. તમે વિચાર્યું પણ ન હોય તે રીતે તમને નાણાકીય નુકસાન થઈ શકે છે. પગારદાર વ્યક્તિએ આ નુકસાનને ધ્યાનમાં રાખવા જરૂરી છે. જો તમારી પાસે એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે, તો તમને તેનાથી નાણાકીય નુકસાન થઈ શકે છે. પગારદાર વ્યક્તિનાં નામે એક જ બચત ખાતું હોય તે યોગ્ય છે. RBIના નિયમ અનુસાર સિંગલ બેન્ક એકાઉન્ટ હોવું ઈચ્છનીય છે, કેમ તે તેનાથી મિનિમમ બેલેન્સ જાળવી રાખવું, ડેબિટ કાર્ડનો વાર્ષિક ચાર્જ અને SMS ચાર્જની ચૂકવણીથી બચી શકાય છે. પગારદાર વ્યક્તિ પાસે સિંગલ બચત ખાતું હોવાથી તેણે IT રિટર્ન દાખલ કરતી વખતે સરળતા રહે છે.

છેતરપિંડીની સંભાવના-
એકથી વધુ બેન્ક ખાતા હોવાથી ખાતા નિષ્ક્રિય હોવાની સંભાવના વધી જાય છે. પગારદાર વ્યક્તિ જ્યારે બીજી કંપનીમાં જોડાય અને તેનું ખાતું બદલાય ત્યારે સેલરી એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે. આવા ખાતામાં છેતરપિંડીની સંભાવના વધી જાય છે.

CIBIL સ્કોર માટે જોખમ-
એકથી વધુ ખાતાં હોય ત્યારે મિનિમમ બેલેન્સ જાળવવામાં સમસ્યા આવી શકે છે. આવા કિસ્સામાં બેન્ક ચાર્જ વસૂલ કરી શકે છે. જેનાથી સીધી ખાતાધારકનાં CIBIL રેટિંગ પર અસર પડે છે.

સર્વિસ ચાર્જનો બોજ-
એક જ બેન્ક ખાતું હોય તો તમે SMS એલર્ટ, ડેબિટ કાર્ડના વાર્ષિક ચાર્જથી બચી શકો છો. એકથી વધુ ખાતા હોય તો આવા ચાર્જ વારંવાર ચૂકવવા પડે છે.

રોકાણને અસર થાય છે-
મોટાભાગની બેન્કોમાં બચત ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવી રાખવાની જરૂર પડે છે. એવામાં જો તમારી પાસે એકથી વધુ બેન્ક ખાતા હોય તો તમારા બચત ખાતામાં મોટી રકમ ફસાવાની શક્યતા છે. હાલમાં કેટલીક બેન્કો 10 હજાર અને 20 હજારનું મિનિમમ બેલેન્સ માગે છે. જો તમારી પાસે એકથી વધુ બચત ખાતા હોય તો તમારી મોટી રકમ રોકાઈ રહે છે, રકમની નિષ્ક્રિયતા એક રીતે ખાતાધારકનું નુકસાન છે.

આવકવેરામાં શું અસર થાય?
બચત બેન્ક ખાતામાં 10 હજાર રૂપિયા સુધીનાં વ્યાજ પર ટેક્સમાં છૂટ મળે છે. જ્યાં સુધી તમને તમારા બેન્ક ખાતામાં 10 હજાર રૂપિયાનું વ્યાજ નથી મળી રહ્યું, ત્યાં સુધી તમારી  બેન્ક ટીડીએસ નહીં કાપે. કોઈ નાણાકીય વર્ષમાં જો તમને 10 હજાર રૂપિયાનું વ્યાજ નથી મળતું, પણ તમારા તમામ બચત ખાતામાં વ્યાજની રકમ ઉમેર્યા બાદ જો આ રકમ 10 હજાર રૂપિયાને પાર કરી જાય તો તમે ટીડીએસ કપાત માટે જવાબદાર બનો છો. એવામાં તમારે આઈટીઆર ફાઈલિંગ દરમિયાન આવકવેરા વિભાગને તેની માહિતી આપવી પડશે. આમ ન કરાય તો તે આવકવેરા વિભાગ સાથે અજાણતા જ કરેલી છેતરપિંડી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news