35 રૂપિયાનો શેર ₹874 પર પહોંચ્યો, આ સોલાર સ્ટોકે 3 વર્ષમાં આપ્યું 2400% નું રિટર્ન
Multibagger Shares: શેર બજારમાં ઘણી એવી કંપની છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને મોટી કમાણી કરાવી છે. આવી એક કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી છે, જેણે ત્રણ વર્ષમાં જ પોતાના ઈન્વેસ્ટરોની સંપત્તિમાં અનેક ગણો વધારો કરી દીધો છે.
Trending Photos
Multibagger Shares: સોલર એનર્જીની વધતી માંગ વચ્ચે કેપીઆઈ ગ્રીન એનર્જી (KPI Green Energy) ના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને 2400 ટકાથી વધુનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આ દરમિયાન કંપનીના શેરની કિંમત 35 રૂપિયાથી વધી 874 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સોલાર સ્ટોકનું માર્કેટ કેપિટલાઇઝેશન આ સમયે આશરે 3160 કરોડ રૂપિયા છે. શુક્રવાર 1 સપ્ટેમ્બરે KPI Green Energy ના શેર બીએસઈ પર 2.42 ટકાના ઘટાડા સાથે 874 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો.
પરંતુ આજથી ત્રણ વર્ષ પહેલા 4 સપ્ટેમ્બર 2020ના આ શેર બીએસઈ પર માત્ર 34.09 રૂપિયાના પ્રભાવી ભાવ પર મળી રહ્યો હતો, જે આજે વધીને 874 રૂપિયા પર પહોંચી ગયો છે. આ રીતે સ્ટોકમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2404 ટકાનો વધારો થયો છે.
તેનો મતલબ છે કે જો કોઈ ઈન્વેસ્ટરે આજથી 3 વર્ષ પહેલા શેરમાં માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજ સુધી તેમાં ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખ્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયાની વેલ્યૂ 2404 ટકા વધી 25 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ હોત. એટલે કે 3 વર્ષમાં 24 લાખ રૂપિયા જેટલો નફો.
KPI Green Energy ના શેરનું વર્તમાનનું પ્રદર્શન
આ કંપનીએ છેલ્લા એક મહિનામાં પોતાના ઈન્વેસ્ટરોને આશરે 6 ટકાની તેજી આવી છે. છેલ્લા છ મહિનામાં કંપનીએ પોતાના ઈન્વેસ્ટરોને આશરે 98.75 ટકાનું રિટર્ન આપ્યું છે. તો છેલ્લા એક વર્ષમાં શેરના ભાવમાં 90 ટકા જેટલો વધારો થયો છે. તેનો 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 935 રૂપિયા છે, જે પાછલા સપ્તાહે ટચ કર્યું હતું. પરંતુ ત્યાર બાદ કંપનીના શેરમાં 11 ટકાનો ઘટાડો થઈ ગયો છે.
કંપનીએ જૂન ક્વાર્ટરમાં 190.6 કરોડ રૂપિયાનું રેવેન્યૂ કર્યું હતું, જે તેના પાછલા વર્ષે સમાન ક્વાર્ટરમાં આશરે 122.8 કરોડ રૂપિયા રહ્યું હતું. તો કંપનીનો જૂન ક્વાર્ટરમાં નફો 33.3 કરોડ રૂપિયા હતો, જે તેના પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 22.2 કરોડ રૂપિયા હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે