હવે રિટેલ સેક્ટરના કિંગ બનશે મુકેશ અંબાણી, ઈશા અંબાણીની કંપનીમાં કર્યું 14839 કરોડનું રોકાણ

Mukesh Ambani Investment: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના રિટેલ સેક્ટરને મોટુ બનાવવા માટે રોકાણનો પ્લાન તૈયાર કર્યો છે. મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલમાં 14839 કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરવા જઈ રહ્યાં છે.

હવે રિટેલ સેક્ટરના કિંગ બનશે મુકેશ અંબાણી, ઈશા અંબાણીની કંપનીમાં કર્યું 14839 કરોડનું રોકાણ

Mukesh Ambani Investment: હાલમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વાર્ષિક રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં રિલાયન્સના ખાતાની સાથે એક વર્ષમાં 11 ટકા નોકરીઓ ઘટવાની વિગતો પણ સામે આવી છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સમાં એક વર્ષમાં 42 હજાર કર્મચારીઓની કમી કરવામાં આવી છે. ઈશા અંબાણીની કંપની રિલાયન્સ રિટેલને સૌથી વધુ અસર થઈ છે. મુકેશ અંબાણી ફરી એકવાર રિલાયન્સ રિટેલના વિસ્તરણ માટે મોટું રોકાણ કરવા જઈ રહ્યા છે.

રિલાયન્સ રિટેલમાં 14839 કરોડ રૂપિયાનું રોકાણ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના રિટેલ સેક્ટરનો વિસ્તાર કરવા માટે રોકાણનો પ્લાન તૈયાર કર્યો છે. મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલમાં 14839 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યાં છે. રિલાયન્સ રિટેલની કમાન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી સંભાળે છે. આ રોકાણથી રિલાયન્સ રિટેલના વિસ્તારમાં મદદ મળશે. રિલાયન્સ રિટેલ પોતાના વિસ્તારની યોજના પર કામ કરી રહ્યું છે. નાના શહેરોમાં પણ રિલાયન્સ રિટેલ સ્ટોર ખોલવામાં આવશે.

10 વર્ષમાં સૌથી મોટુ રોકાણ
છેલ્લા 10 વર્ષમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ રિટેલમાં કરેલું આ સૌથી મોટું રોકાણ છે. કંપનીના નાણાકીય અહેવાલ અનુસાર, પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે રિલાયન્સ રિટેલમાં 19170 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. હવે કંપનીએ 14839 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સ રિટેલનો આઈપીઓ લાવતા પહેલા કંપની તેની બેલેન્સ શીટને મજબૂત કરવા ઈચ્છે છે. તે માટે દેવું ઘટાડવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ બિઝનેસની જવાબદારી સંભાળી રહી છે. તેણે ખુબ ઝડપથી આ સેક્ટરમાં પોતાનો વિસ્તાર કર્યો છે. રિટેલ બજારથી લઈને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ જિયો માર્ટ, એજિયો, રિલાયન્સ ટ્રેન્ડ્સ, સ્માર્ટ બજાર જેવા વેન્ચર્સને મોટા બનાવ્યા છે. વિદેશી બ્રાન્ડની સાથે ડીલ કરી પોતાના પ્લેટફોર્મ પર સામેલ કર્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news