Woman Financial Rights After Marriage: લગ્ન બાદ પત્નીના પગાર-પ્રોપર્ટી કે રોકાણ પર પતિનો કેટલો હક? દરેક પુરુષે ખાસ જાણવા જેવું
મેરિડ વિમેન પ્રોટેક્શન એક્ટ 1874માં વિવાહિત મહિલાઓની સંપત્તિ સંલગ્ન અનેક અધિકારોનો ઉલ્લેખ છે. જેની જાણકારી હોય તો તમે કોઈ પણ વિવાદથી બચી શકો છો.
Trending Photos
woman financial rights after marriage: લગ્ન બાદ મહિલાના પગાર, કમાણી, પ્રોપર્ટી, રોકાણ...કોઈ પણ સેવિંગનો માલિકી હક ફક્ત મહિલાનો છે. પત્નીના આવા કોઈ પણ રોકાણ પર પતિનો હક બનતો નથી. મેરિડ વિમેન પ્રોટેક્શન એક્ટ 1874માં વિવાહિત મહિલાઓની સંપત્તિ સંલગ્ન અનેક અધિકારોનો ઉલ્લેખ છે. જેની જાણકારી હોય તો તમે કોઈ પણ વિવાદથી બચી શકો છો. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના અહેવાલ મુજબ આ એક્ટ શું છે અને તેના ફાયદા શું છે તથા તેમાં શું-શું સામેલ છે તે ઓપ્ટિમા મનીના MD પંકજ મઠપાલ પાસેથી સમજીએ.
MWP Act 1874 આખરે શું છે?
મેરિડ વિમેન પ્રોટેક્શન એક્ટ 1874
વિવાહિત મહિલાઓ માટે કાયદો
મહિલાઓ સંલગ્ન અધિકારોનો ઉલ્લેખ
આવક, કમાણી, પ્રોપર્ટી, રોકાણ, સેવિંગ્સનો હક
પત્નીની કમાણી, રોકાણ પર પતિનો કોઈ હક નથી
મહિલાની કમાણી પર પતિનો હક નથી
વિવાહિત મહિલાની કમાણી એટલે કે તેની ખાનગી સંપત્તિ, રોકાણ, સેવિંગ્સ, સેલરી, પ્રોપર્ટીમાંથી મળતું વ્યાજ પર હક...મહિલાની કોઈ પણ કમાણીમાં પતિની ભાગીદારી નથી.
લગ્ન પહેલાની કમાણી ઉપર પણ ફક્ત પત્નીનો જ હક
પત્ની પોતાની ઈચ્છાથી વ્યાજની કમાણી પતિને આપી શકે છે.
મેરિડ વિમેન પ્રોટેક્શન એક્ટ 1874 કલમ 4માં જોગવાઈ.
સ્ત્રી ધન પર મહિલાનો જ હક
લગ્ન સમયે મહિલાને મળેલી બેટ પર મહિલાનો અધિકાર
લગ્ન સમયે મળેલા સ્ત્રીન ધન પર પતિ દાવો કરી શકે નહીં.
મહિલા પોતાની ઈચ્છાથી કોઈને ભેટ તરીકે આપી શકે.
આ સંપત્તિના નિર્ણયમાં પતિની સહમતિ જરૂરી નથી.
MVP હેઠળ વીમા પ્લાન
પતિની વીમા રકમ પર પત્ની અને બાળકોનો અધિકાર
વિવાહિત પુરુષની પોલીસીને ટ્રસ્ટ માનવામાં આવશે.
પોલીસીના લાભની રકમ પર ટ્રસ્ટીઓનો હક
ડેથ ક્લેમના પૈસા ટ્રસ્ટને જ મળશે.
લેણદાર કે સંબંધી રકમ ક્લેમ કરી શકશે નહીં.
ટ્રસ્ટના પૈસા પર પત્ની અને બાળકોનો હક
મેરિડ વિમેન પ્રોટેક્શન એક્ટ 1874 કલમ 6માં જોગવાઈ.
MVP એક્ટને પોલીસીની શરૂઆતમાં જ જોડી શકાય છે.
જ્યારે મહિલાનો જીવન વીમો તેની ખાનગી સંપત્તિ ગણાશે.
વધુ વિગતો માટે જુઓ Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે