32 ઇંચ કે એનાથી મોટું ટીવી લેવામાં હવે થશે મોટો ગેરફાયદો, વિગતો જાણી લો તો થશે ફાયદો

જો તમે નજીકના ભવિષ્યમાં મોટું ટીવી લેવાનું પ્લાનિંગ કરતા હો તમારા માટે કામના સમાચાર છે

32 ઇંચ કે એનાથી મોટું ટીવી લેવામાં હવે થશે મોટો ગેરફાયદો, વિગતો જાણી લો તો થશે ફાયદો

મુંબઈ : ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત સતત ગગડવાથી ટેલિવિઝન નિર્માતા કંપનીઓ આવતા મહિનાથી 32 ઇંચ તથા એનાથી મોટા ટીવીની કિંમતો વધારવાની વિચારણા કરી રહી છે. હેયર પોતાના ટીવી ઉત્પાદનોની કિંમતમાં પાંચ ટકાનો વધારો કરવાની વિચારણામાં છે જ્યારે સામા પક્ષે સોની તેમજ પેનાસોનિક માર્કેટ પર નજર રાખી રહી છે. 

હાલમાં જીએસટીના દરોમાં થયેલા ઘટાડાને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ટીવી નિર્માતા કંપનીઓ 27 ઇંચ (68 સેન્ટિમીટર)ના ટીવીની કિંમતમાં આઠ ટકાનો ઘટાડો કર્યો છે. હેયરની યોજના ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં પોતાના ટીવીની કિંમતો વધારવાની છે જેથી પેનલની ઉંચી કિંમતનું વળતર મેળવી શકાય. 

આ સિવાય પેનાસોનિક પણ બહુ જલ્દી પોતાની ટીવીની કિંમત વધારી શકે છે. કંપનીના જવાબદાર અધિકારીએ માહિતી આપી છે કે 32 ઇંચ કે એનાથી વધારે મોટા ટીવીની કિંમત વધારવા માટે કંપની વિચારણા કરી રહી છે. કંપની યોગ્ય સમયે આ કિંમતના વધારા મામલે નિર્ણય લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news