મોટા સમાચાર! રાંધણ ગેસ પર મળતી સબસિડી થઈ જશે બંધ? જાણો સરકારનો નવો પ્લાન

એલપીજી (LPG) ગ્રાહકો માટે સારા સમાચાર છે. વિનિવેશ માટે પ્રક્રિયા હેઠળ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ તેના LPG ગ્રાહકોને સબસિડી આપવા માટે એક અલગ પ્લેટફોર્મ બનાવ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા સબસિડીની રકમ ગ્રાહકના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે

મોટા સમાચાર! રાંધણ ગેસ પર મળતી સબસિડી થઈ જશે બંધ? જાણો સરકારનો નવો પ્લાન

નવી દિલ્હી: LPG Subsidy News: એલપીજી (LPG) ગ્રાહકો માટે સારા સમાચાર છે. વિનિવેશ માટે પ્રક્રિયા હેઠળ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ તેના LPG ગ્રાહકોને સબસિડી આપવા માટે એક અલગ પ્લેટફોર્મ બનાવ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા સબસિડીની રકમ ગ્રાહકના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે.

જાણો શું કહ્યું સરકારે
BPCL ની વેચાણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ ગ્રાહકો સબસિડી મળવામાં મુશ્કેલી ના થયા અને સ્કીમ સતત ચાલતી રહે તે માટે આ પ્લેટફોર્મને બનાવવામાં આવ્યું છે. તેના અંતર્ગત નવા પ્લેટફોર્મના માધ્યમથી સરકાર બીપીએસએલના ખાનગીકરણ બાદ પણ રાંધણ ગેસ ગ્રાહકોએ સબસિડી ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખી શકશે.

BPCL નું ખાનગીકરણ
સરકાર બીપીસીએલમાં તેનો સંપૂર્ણ 52.97 ટકા હિસ્સો વેચી રહી છે. પરંતુ ગ્રાહકો અને રોકાણકારોમાં તે સંભવિત રોકાણકારોની વચ્ચે આ વાતને લઇને આશંકા હતી કે, બીપીસીએલના ખાનગીકરણ બાદ સબસિડીવાળા રાંધણ ગેસ યોજના કેવી રીતે કાર્ય કરશે?. જો કંપનીઓ સબસિડી આપે છે, તો તેને પોતાના પર લે છે તો તેનાથી બીપીસીએલની વેચાણ કિંમતમાં સુધારો કરવો પડશે.

પરંતુ હવે નવા નિયમ હેઠળ એલપીજી ગ્રાહકોને બીપીસીએલના વેચાણ બાદ પણ તેમના બેંક ખાતામાં સબસિડી ટ્રાન્સફર ચાલુ રાખવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન વ્યવસ્થાની જેમ ગ્રાહકોને પણ સબસિડી મળતી રહેશે.

શું છે નવા પ્લેટફોર્મમાં?
નવા પ્લેટફોર્મની મદદથી તે સબસિડીવાળા એલપીજી કામગીરીને અલગથી ચલાવવામાં મદદ કરશે. આ નવું પ્લેટફોર્મ લાભાર્થીની ઓળખ અને સબસિડી ટ્રાન્સફર કરવામાં મદદ કરશે. ખાનગી તેલ કંપનીઓ જેમ કે, રિલાયન્સ, નાયરા એનર્જીને એલપીજી માટે સરકાર દ્વારા કોઈ સબસિડી સપોર્ટ આપવામાં આવતો નથી. આવી સ્થિતિમાં, જો આ કંપનીઓ ઘરેલું એલપીજી સિલિન્ડર વેચે છે, તો આ વેચાણ માત્ર બજાર ભાવે થશે.

BPCL માટે હરાજી
સરકારે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22 માટે પેટ્રોલિયમ સબસિડી તરીકે 12,995 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અગાઉ નાણાંકીય વર્ષમાં આ ફાળવણી 40,000 કરોડ રૂપિયા હતી. બીપીસીએલના સંદર્ભમાં સરકાર ટૂંક સમયમાં સંભવિત રોકાણકારો પાસેથી ભાવ બિડ મંગાવશે. વેદાંતા ગ્રુપ સિવાય બે અમેરિકન ફંડ્સ- એપોલો ગ્લોબલ અને આઇ સ્ક્વેર્ડ કેપિટલે BPCL માટે તેમની અભિવ્યક્તિ રજૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news