PM મોદીના નિવેદન બાદ રોકેટ બન્યો આ શેર, ખરીદવા માટે રોકાણકારોની પડાપડી, ભાવે તો રેકોર્ડ તોડ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જાહેર ક્ષેત્રની કંપનીઓને લઈને ફરીથી એકવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની કંપનીઓ રેકોર્ડબ્રેક રિટર્ન આપી રહી છે અને તેના પર રોકાણકારોનો ભરોસો વધી રહ્યો છે.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જાહેર ક્ષેત્રની કંપનીઓને લઈને ફરીથી એકવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની કંપનીઓ રેકોર્ડબ્રેક રિટર્ન આપી રહી છે અને તેના પર રોકાણકારોનો ભરોસો વધી રહ્યો છે. તેમણે દેશની સૌથી મોટી વીમા કંપની LIC નો ઉલ્લેખ કર્યો. તેમના ઉલ્લેખ કરતાની સાથે જ આ શેર રોકેટ બની ગયો અને 1050 રૂપિયાના ન્યૂ ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો.
ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો શેર
ગત ચાર કારોબારી સત્રોથી સતત એલઆઈસીના શેરમાં તેજી છે. આ તેજીમાં તે 937 રૂપિયાથી વધીને 1050 રૂપિયા પર પહોંચી ગયો જે 12 ટકા ઉછાળો દર્શાવે છે. કેલેન્ડર યર 2023માંઆ સ્ટોકે 23 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે. ક્લોઝિંગના આધારે ફક્ત 3 મહિનામાં આ સ્ટોકે 70 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. 2023માં આ સ્ટોકે 29 માર્ચના રોજ 530 રૂપિયાનું લો બનાવ્યું હતું. તેની સરખામણીમાં તે ડબલ થઈ ચૂક્યો છે. મે 2022માં તેનો આઈપીઓ 949 રૂપિયાના સ્તરે આવ્યો હતો. આજે બજાર ખુલતા જ એલઆઈસીના સ્ટોકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. હાલ છેલ્લી માહિતી મુજબ એલઆઈસીના શેર 1090 રૂપિયા પર જોવા મળી રહ્યા છે.
હોલ્ડ કરો!
માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે રોકાણકારોએ LIC ના શેરમાં રોકાણ રાખી મૂકવું જોઈએ. જ્યારે આ શેર 700 રૂપિયાના સ્તરે હતો ત્યારેથી તેમાં ખરીદ અને રાખી મૂકવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે તમે એલઆઈસીની પોલીસી 10-20 વર્ષ માટે ખરીદી શકો છો તો સ્ટોકમાં આટલી ઉતાવળ કેમ કરો છો.
📍💹LIC के शेयर में किसकी गारंटी? 🤑🤑
LIC के शेयर का क्या है टार्गेट? ⤴️🔝🔥#LICShare #PMModi #StockMarket #PMModiInRajyaSabha pic.twitter.com/gsUfQRjVSF
— CA Anil Singhvi Zee Business (@AnilSinghvi_) February 7, 2024
LIC Share Price Target
અનિલ સિંઘવીએ કહ્યું કે હવે તો એલઆઈસીના શેર પર પ્રધાનમંત્રી મોદીની પણ ગેરંટી લાગી ગઈ છે. શેર 1050 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર છે. શોર્ટ ટર્મ ટાર્ગેટ 1100 રૂપિયા અને ત્યારબાદ 1200 રૂપિયા ટાર્ગેટ છે. જો તમે લોંગ ટર્મ રોકાણકાર હોવ અને 5-10 વર્ષ સુધી રોકાણ રાખવાનો ઈરાદો હોય તો પછી ઘટાડામાં ફક્ત ખરીદી કરો અને શેરની મૂવમેન્ટથી ગભરાવવાની જરૂર નથી.
LIC Share Price History
અત્રે જણાવવાનું કે LIC માર્કેટ કેપની રીતે દેશની છઠ્ઠી સૌથી મોટી કંપની છે. લાઈફ ટાઈમ હાઈ પર તેની માર્કેટ કેપ 6.60 લાખ કરોડ રૂપિયા છે. એક અઠવાડિયામાં આ સ્ટોકમાં 10 ટકા, એક મહિનામાં 24 ટકા, ત્રણ મહિનામાં 71 ટકા, છ મહિનામાં 65 ટકા અને એક વર્ષમાં લગભગ 75 ટકાનો ઉછાળો આવ્યો છે. 950 રૂપિયા પર તેનો આઈપીઓ આવ્યો હતો. 29 માર્ચ 2023ના રોજ 530 રૂપિયાનો ઓલ ટાઈમ લો બનાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે