કોરોના બાદ આ ભારતીય કંપનીને શાણપણ સૂઝ્યુ, પોતાનો બિઝનેસ ચીનથી ભારત લાવશે
મોબાઈલ ડિવાઈસ બનાવનારી ઘરેલુ કંપની લાવા ઈન્ટરનેશનલે (LAVA International) જણાવ્યું કે, તે ચીનથી પોતાનો કારોબાર સમેટીની ભારત લાવી રહી છે. ભારતમાં હાલમાં જ કરવામાં આવેલ પોલિસી ચેન્જ બાદ કંપનીએ આ પગલુ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઈના ખબર અનુસાર, કંપનીએ પોતાના મોબાઈલ ફોન ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓપરેશનને વધારવા માટે આગામી પાંચ વર્ષમાં 800 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટની યોજના બનાવી છે. કંપનીનું એવુ પણ સપનુ પણ છે કે, ચીનને ભારતમાંથી મોબાઈલ ડિવાઈસ એક્સપોર્ટ કરવામાં આવે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :મોબાઈલ ડિવાઈસ બનાવનારી ઘરેલુ કંપની લાવા ઈન્ટરનેશનલે (LAVA International) જણાવ્યું કે, તે ચીનથી પોતાનો કારોબાર સમેટીની ભારત લાવી રહી છે. ભારતમાં હાલમાં જ કરવામાં આવેલ પોલિસી ચેન્જ બાદ કંપનીએ આ પગલુ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઈના ખબર અનુસાર, કંપનીએ પોતાના મોબાઈલ ફોન ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓપરેશનને વધારવા માટે આગામી પાંચ વર્ષમાં 800 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટની યોજના બનાવી છે. કંપનીનું એવુ પણ સપનુ પણ છે કે, ચીનને ભારતમાંથી મોબાઈલ ડિવાઈસ એક્સપોર્ટ કરવામાં આવે.
લાવા ઈન્ટરનેશનલના અધ્યક્ષ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર (CMD) હરી ઓમ રાયે જણાવ્યું કે, પ્રોડક્ટ ડિઝાઈનના ક્ષેત્રમાં ચીન માં અમારા ઓછામાં ઓછા 600થી 650 કર્મચારીઓ છે. અમે હવે ડિઝાઈનિંગનું કામ ભારતમાં ટ્રાન્સફર કર્યું છે. ભારતમાં અમારી વેચાણ જરૂરિયાતને લોકલ ફેક્ટરીમાંથી પૂરુ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અમે ચીનની અમારી ફેક્ટરીમાંથી કેટલાક મોબાઈલ ફોનના એક્સપર્ટ દુનિયાભરમાં કરતા હતા, હવે તે ભારતમાંથી કરવામાં આવશે.
ભારતમાં લોકડાઉન પીરિયડમાં લાવાએ પોતાની એક્સપર્ટ ડિમાન્ડને ચીનમાંથી પૂરી પાડી હતી. રાયે જણાવ્યું કે, મારુ સપનુ છે કે, ચીનને મોબાઈલ ડિવાઈસ એક્સપોર્ટ કરવામાં આવે. ભારતીય કંપનીઓ મોબાઈલ ચાર્જર પહેલા જ ચીનને એક્સપોર્ટ કરી રહી છે. ઉત્પાદનથી જોડાયેલ પ્રોત્સાહન યોજનાથી અમારી સ્થિતિમાં સુધારો આવશે. તેથી હવે અમારો સમગ્ર કારોબાર ભારતથી જ કરવામાં આવશે.
હાલના સમયમાં ભારત મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગનું સૌથી મોટુ હબ બની ગયું છે. હાલ 200થી વધુ મોબાઈલ ફોન અને એસેસરીઝ કંપનીઓ ભારતમાં છે. ભારત કોઈ પણ મોબાઈલ ફોન કંપની માટે બહુ જ મોટું માર્કેટ છે. તેના મેન્યુફેક્ચરિંગને જોતા અનેક કંપનીઓએ અહી પોતાના પ્લાન્ટ લગાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે