લોકડાઉન 4.0 અંગે આજે સાંજે 5 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક

આજે લોકડાઉન 3.0નો છેલ્લો દિવસ છે. લોકડાઉન પાર્ટ 4 અંગે મહત્વનો નિર્ણય લેવા માટે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજાવવાની છે. સાંજે 5 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ પાવર કમિટીની બેઠક મળશે. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે. 

લોકડાઉન 4.0 અંગે આજે સાંજે 5 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક

ઝી મીડિયા બ્યુરો, ગાંધીનગર: આજે લોકડાઉન 3.0નો છેલ્લો દિવસ છે. લોકડાઉન પાર્ટ 4 અંગે મહત્વનો નિર્ણય લેવા માટે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજાવવાની છે. સાંજે 5 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ પાવર કમિટીની બેઠક મળશે. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે. 

મુખ્ય સચિવ અનિલ મુકિમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, ડીજીપી સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે ગુજરાત વન રણનીતિ નક્કી થશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં હાલ કોરોનાના 10989 કેસ છે. જેમાંથી 4308 લોકો રિકવર થયા છે જ્યારે 625 લોકો મૃત્યુ પામ્યા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યાં છે જ્યાં કોરોનાના 8144 કેસ નોંધાયા છે. જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યાં છે. અને 2545 લોકો સાજા થઈને ઘરે ગયા છે. ત્યારબાદ સુરતમાં 1049 કેસ, ગાંધીનગરમાં 163 કેસ, વડોદરામાં 639 કેસ, ભાવનગરમાં 107 કેસ અને રાજકોટમાં 79 કેસ જોવા મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news