Gold-Silver Price Today: જબરદસ્ત ભાવ વધારો....સોના અને ચાંદીએ મચાવ્યો હાહાકાર, લેટેસ્ટ ભાવ જાણી હાજા ગગડી જશે

Latest Gold Rate: કેટલાક અઠવાડિયા માંગણીમાં ઘટાડા બાદ શરાફા બજારમાં પણ ગોલ્ડ ફરીથી એકવાર રેકોર્ડ હાઈ તરફ આગળ વધી રહ્યું છે. વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો. 

Gold-Silver Price Today: જબરદસ્ત ભાવ વધારો....સોના અને ચાંદીએ મચાવ્યો હાહાકાર, લેટેસ્ટ ભાવ જાણી હાજા ગગડી જશે

ધનતેરસ અને દીવાળી પહેલા એકવાર સોનાના ભાવમાં ફરીથી જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક કારોબારી સત્રોમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. કેટલાક અઠવાડિયા માંગણીમાં ઘટાડા બાદ શરાફા બજારમાં પણ ગોલ્ડ ફરીથી એકવાર રેકોર્ડ હાઈ તરફ આગળ વધી રહ્યું છે. વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો. 

શરાફા બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 558 રૂપિયાની તેજી સાથે 77,968 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જે ગત શુક્રવારે 77,410 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો 4,884 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાતા આજે ભાવ 97167 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. જ્યારે ગત શુક્રવારે 92,283 રૂપિયા પર ચાંદી ક્લોઝ થઈ હતી. 

વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં સોનું અને ચાંદી બંને રેકોર્ડ તેજી સાથે ખુલ્યા છે. સોમવારે MCX પર સોનું 78,077 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું જે ગત ટ્રેડિંગ સેશનમાં 77,749 પર ક્લોઝ થયું હતું. જ્યારે શરૂઆતી કારોબારમાં તે 0.60 ટકાની તેજી સાથે 78219 પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી પણ રેકોર્ડ તેજી સાથે 2.75 ટકાના વધારા સાથે 98,024 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી જે ગત ટ્રેડિંગ સેશનમાં 95,402 પર ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ:
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news