જો 2018માં તમે નથી કર્યું આ કામ તો ભરવી પડશે 10000 રૂપિયાની પેનલ્ટી 

જો તમે નાણાંકીય વર્ષ 2017-18 માટે ITR 31 ડિસેમ્બર સુધી ફાઇલ કરી દીધી છે. તો તમારે માત્ર 5000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. 

જો 2018માં તમે નથી કર્યું આ કામ તો ભરવી પડશે 10000 રૂપિયાની પેનલ્ટી 

નવી દિલ્હી: આજથી નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. એવામાં તમને જણાવી દઇએ કે ધણી બધી ચીજ વસ્તુઓ માટે 31 ડિસેમ્બર અંતિમ તારીખ હતી. માટે જ જો તમારે એ તમામ વસ્તુઓ પૂર્ણ કરવી હોય તો હવે તમારે એની કિંમત ચુકવવી પડશે. એવુ જ મહત્વપૂર્ણ કામમાં નાણાંકીય વર્ષ 2017-2018ના ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવાનું હતું. આમતો રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2018 સુધી જ હતી. પરંતુ તેને લંબાવીને 31 ડિસેમ્બર 2018 સુધી વધારી દેવામાં આવ્યું છે. પરંતુ, તેના માટે તમારે પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડતો હતો. 

જો તમે આ તારીખને પણ મીસ કરી દીધી છે. તો તમારે 5000 રૂપિયાની જગ્યાએ 10,000  રૂપિયાનો દંડ ભરવો પડશે. જેને લઇને ઇન્કમ ટેક્સ વિભાગે એક જાહેરાત પણ બહાર પાડી હતી. જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે, એવા લોકો જેમણે આઇટી રીટર્ન ભર્યું નથી તે લોકોએ 31 ડિસેમ્બર પહેલા ફાઇલ કરી દેવું. નહિ તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. મહત્વનું છે, કે આયકર વિભાગ દ્વારા નિર્ધારણ વર્ષ એટલે એવું વર્ષ કે જે ચાલુ નાણાંકીય વર્ષ બાદ આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે 2018-19નું નિર્ધારણ વર્ષ 2019-20 હોય છે.

નવા વર્ષના પહેલા જ દિવસે આ બેંકે પોતાના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

નાણાંકીય વર્ષ 2017-18 માટે રિર્ટન ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ હતી. ત્યારે ઇકોનોમિક ટાઇમ્સના એક એહેવાલ અનુસાર માત્ર કેરલના લોકોને આ તારીખ બાદ પણ રિર્ટન ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પેનલ્ટીનો નિયમ લાગૂ થયા પહેલા મોડાથી રિર્ટન ફાઇલ કરનારા લોકો પર પેનલ્ટી લગાવાનો નિર્ણય આયકર અધિકારીનો હતો. 

સરકાર તરફથી વર્ષ 2017ના બજેટમાં આ નિયમમાં પરીવર્તન લાવવામાં આવ્યું હતું. જેમાં ઇન્કમ ટેક્સ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધિત નિયમ અનુસાર, જો કોઇ વ્યક્તિ નક્કી કરેલા સમય બાદ રિર્ટન ફાઇલ કરશે તો તેને લેટ ફી પેટે અમુક પ્રકારનો દંડ વસુલવો પડશે. અને તેની નક્કી કરવામાં આવેલી રકમ 10,000 રૂપિયા રાખવામાં આવી છે.

Year Ender 2018: આ શેરોએ એક વર્ષમાં ભરી દીધા રોકાણકારોના ખિસ્સા, આપ્યું 770% રિટર્ન

નાણાંકીય વર્ષ અને તેના નક્કી કરેલા સમય બાદ પરંતુ 31 ડિસેમ્બર પહેલા રિર્ટન ફાઇલ કરવા પર 5 હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવતો હતો. આ જ રીતે રિર્ટન ફાઇલ કરવા અંગે વર્ષ 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધીમાં ફાઇલ કરવા પર 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news