સરકારી કંપનીઓમાં ભાગીદારી વેચીને સરકારે એક્ઠા કર્યા રૂ. 77,417 કરોડ, હવે વેચાશે એર ઈન્ડિયા
જોકે, સરકાર ગયા વર્ષે એર ઈન્ડિયામાં 74 ટકા ભાગીદારી વેચમાં નિષ્ફળ રહી હતી, એટલે નવા વર્ષે તે એક નવી યોજના રજૂ કરવાની તૈયારી કરી રહી છે
Trending Photos
નવી દિલ્હીઃ સરકારે 2018માં જાહેર ક્ષેત્રનાં એકમોમાં પોતાની ભાગીદારીનું વેચામ કરીને રૂ.77,147 કરોડ એક્ઠા કર્યા છે. 2019માં એર ઈન્ડિયાનું પણ ખાનગીકરકણ કરીને સરકાર આગળ કમાણી ચાલુ રાખશે. 2018માં થયેલા ડિસઈન્વેસ્ટમેન્ટના મોટા સોદમાં ONGC દ્વારા PHCLનું અધીગ્રહણ, સીપીએસઈ ઈટીએપ, ભારત-22 ઈટીએફ અને કોલ ઈન્ડિયાની ભાગીદારી સહિત છ આરંભિક જાહેર ક્ષેત્રના નિમગ (IPO)નો સમાવેશ થાય છે. તેના દ્વારા સરકારે વર્ષ 2018માં રૂ.77,417 કરોડ એક્ઠા કર્યા છે.
જોકે, સરકાર ગયા વર્ષે એર ઈન્ડિયામાં 74 ટકા ભાગીદારી વેચમાં નિષ્ફળ રહી હતી, એટલે નવા વર્ષે તે એક નવી યોજના રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકાર હવે ઉડ્ડયન ક્ષેત્રની કંપનીના વેચાણ માટે નવી યોજના પર કામ કરી રહી છે. આ યોજના અંતર્ગત સરકાર એર ઈન્ડિયાની આનુષંગિક કંપનીઓ જેમ કે એર ઈન્ડિયા, એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ, એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ અને એર ઈન્ડિયાની ઈમારતો અને જમીનોનું વેચાણ કરશે. તેના દ્વારા કંપનીના ધિરાણનો બોજો ઓછો કરવામાં મદદ મળશે.
આ સાથે જ સરકાર એર ઈન્ડિયાને સંચાલનમાં જાળવી રાખવા માટે તેમાં રોકાણ ચાલુ રાખશે. સાથે જ તે સંભવિત રોકાણકારો સાથે પણ ચર્ચા-વિચારણા કર્યા બાદ કંપનીનું વેચાણ સુનિશ્ચિત કરશે, જેથી તેની યોગ્ય કિંમત મળી શકે.
સરકારને એર ઈન્ડિયાની આનુષંગિક કંપનીઓ અને સંપત્તિઓના વેચાણમાંથી જ રૂ.9000 કરોડ મળવાની સંભાવના છે. વર્ષ 2019ની રણનૈતિક વેચાણ યોજનાનો પ્રથમ પડાવ પવન હંસ હશે. જેમાં સરકારની 51 ટકા ભાગીદારી અને અન્ય ભાગીદારી ઓએનજીસી પાસે છે. હેલિકોપ્ટર સેવા આપતી કંપની પવન હંસનું વેચાણ માર્ચ મહિના સુધીમાં થઈ જવાની સંભાવના છે.
આ ઉપરાંત ઓએજીસી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ઓઈલ ઈન્ડિયા, એનએલસી, ભેલ અને નાલ્કો સહિત 10 જાહેર ક્ષેત્રનાં ઉપક્રમોના શેરોનું ફરીથી ખરીદીના કાર્યક્રમ દ્વારા સરકારી ખજાનામાં રૂ.12,000 કરોડ આવવાની આશા છે.
સીપીએસઈના વિલય અને અધિગ્રહણ પર પણ આ વર્ષે સરકારનું ધ્યાન રહેશે. ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમમાં સરકાર પોતાની ભાગીદારી પાવર ફાઈનાન્સ કોર્પોરેશનને વેચવાની પ્રક્રિયામાં છે. તેનાથી સરકારને રૂ.1500 કરોડ મળવાની આશા છે. બીજું અધિગ્રહણ અને વિલય એનટીપીસી દ્વારા એસજેવીએનમાં સરકારની ભાગીદારી ખરીદવાનો છે. ચાલુ નાણાકિય વર્ષમાં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ.80,000 કરોડ એક્ઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે