Government Schemes: આ યોજના હેઠળ તમારી દીકરીને મળશે એક લાખ કરતા પણ વધુ રકમ, જાણો વિગતો

Government Schemes: આપણા દેશનું લોકતંત્ર એટલું શક્તિશાળી બની ચૂક્યું છે કે દીકરીઓ પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રશાસનથી લઈને આર્મીમાં દેશની સેવા કરી રહી છે. આવામાં સરકાર તેમના અભ્યાસને લઈને ખુબ ચિંતિત પણ રહે છે. એક એવી યોજના છે જેના દ્વારા તમારી પુત્રીને 1 લાખ રૂપિયા કરતા પણ વધુ રકમ સરકાર તરફથી મળી શકે છે. જાણો આ યોજના વિશે...

Government Schemes: આ યોજના હેઠળ તમારી દીકરીને મળશે એક લાખ કરતા પણ વધુ રકમ, જાણો વિગતો

Madhya Pradesh Ladli Laxmi Yojana Registration: સદીઓ સુધી દીકરીઓ અને મહિલાઓ પર સમાજમાં અત્યાચાર થતા રહ્યા પરંતુ હવે સરકાર દરેક વર્ગને આગળ વધારવા માટે યોજનાઓ ચલાવી રહી છે. આ જ રીતે આપણા સમાજમાં દીકરીઓને પણ યોગ્ય સન્માન અપાયું નથી પરંતુ હવે આપણા દેશનું લોકતંત્ર એટલું શક્તિશાળી બની ચૂક્યું છે કે દીકરીઓ પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રશાસનથી લઈને આર્મીમાં દેશની સેવા કરી રહી છે. આવામાં સરકાર તેમના અભ્યાસને લઈને ખુબ ચિંતિત પણ રહે છે. એક એવી યોજના છે જેના દ્વારા તમારી પુત્રીને 1 લાખ રૂપિયા કરતા પણ વધુ રકમ સરકાર તરફથી મળી શકે છે. જાણો આ યોજના વિશે...

કેટલી રકમ મળશે..
આ યોજના હેઠળ સરકાર તમારી દીકરીના નામે 5 વર્ષ સુધી 6-6 હજાર રૂપિયા કોઈ કોષમાં જમા કરે છે. આ જ પ્રકારે કુલ 30,000 રૂપિયા તમારી દીકરીના નામે જમા થાય છે. ત્યારબાદ જ્યારે તમારી દીકરી ધોરણ 6માં પ્રવેશ કરે ત્યારે તેના બેંકમાં 2000 રૂપિયા જમા કરાય છે. એ જ રીતે ધોરણ 9માં આવે ત્યારે ખાતામાં 4000 રૂપિયા જમા કરાય છે, ધોરણ 11માં આવે ત્યારે 6000 રૂપિયા અને ધોરણ 12માં આ ત્યારે 6000 રૂપિયા બેંક ખાતામાં જમા થાય છે. ત્યારબાદ જ્યારે તમારી દીકરીની ઉંમર 21 વર્ષની થાય ત્યારે તેને 1 લાખ રૂપિયાની છેલ્લી ચૂકવણી થાય છે. હવે સરકારે આ યોજનામાં રકમ વધારી છે તો છેલ્લે ચૂકવણી પણ વધીને આવશે. 

કોણ કરી શકે અરજી?
આ યોજનાનો લાભ જે માતા પિતા મધ્ય પ્રદેશના મૂળ રહીશ હોય અને તેઓ આવકવેરાના દાયરામાં ન આવતા હોય તેમની દીકરીઓને આપવામાં આવે છે. આ યોજનાનું નામ લાડલી લક્ષ્મી યોજના છે. જે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

કેવી રીતે કરી શકાય અરજી?
કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરીના તમામ દસ્તાવેજો આંગણવાડીમાં જમા કરાવી શકે છે અથવા તો ત્યાંના કાર્યકરોનો સંપર્ક કરી શકે છે. લોકસેવા કેન્દ્ર, પરિયોજના કાર્યાલય કે પછી કોઈ પણ ઈન્ટરનેટ કેફે દ્વારા અરજી કરી શકાય છે. ત્યારબાદ તમારી અરજી સ્વીકૃતિ માટે પરિયોજના કાર્યાલયમાં જશે, ત્યાં આ અરજીની તપાસ કરવામાં આવશે અને અરજીને સ્વીકૃત કે અસ્વીકૃત કરવામાં આવશે. અરજી સ્વીકારાયા બાદ તમારી દીકરીના નામે સરકાર એક લાખ 43 હજાર રૂપિયાનું સર્ટીફિકેટ આપશે. સરકારે  આ યોજનામાં મળનારી રકમમાં હાલ વધારો કર્યો છે. પહેલા આ યોજના હેઠળ 1 લાખ 18 હજાર રૂપિયાનું પ્રમાણ પત્ર મળતું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news