કમાલનો IPO: 4 મહિનાની અંદર 325% નું રિટર્ન, 1 લાખના બની ગયા 4 લાખ રૂપિયા
શેર બજારમાં એવી ઘણી કંપની હોય છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને ખુબ સારૂ રિટર્ન આપ્યું છે. આવી એક કંપની કૃષ્કા સ્ટ્રેપિંગ સોલ્યૂશન્સ છે, જેણે પોતાના આઈપીઓ લિસ્ટિંગ થયાના ચાર મહિનામાં બમ્પર રિટર્ન આપ્યું છે.
Trending Photos
IPO: પેકેજિંગ સોલ્યૂશનના કારોબારમાં જોડાયેલી એક એસએમઈ કંપનીએ છેલ્લા 4 મહિનામાં શાનદાર રિટર્ન આપ્યું છે. આ કંપની કૃષ્કા સ્ટ્રેપિંગ સોલ્યૂશન્સ (Krishca Strapping solutions) છે. કંપનીનો આઈપીઓ છેલ્લા 4 મહિનામાં મલ્ટીબેગર સ્ટોક બની ગયો છે. નોંધનીય છે કે કંપનીનો આઈપીઓ મે મહિનામાં 51થી 64 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરની પ્રાઇઝ બેન્ડ સાથે લોન્ચ થયો હતો. જ્યારે 26 મેએ NSE પર 100 ટકાથી વધુના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો.
120 ટકાના પ્રીમિયમ પર થયો લિસ્ટ
નોંધનીય છે કે કંપનીના શેર 118.80 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયા હતા, જેણે લિસ્ટિંગ તારીખ પર ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા હતા. 120 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા બાદ આ સ્ટોક 299 રૂપિયાની નવી ઊંચાઈ પર પહોંચી ગયો. પરંતુ ત્યારબાદ શેરમાં નફાખોરી જોવા મળી અને તે 299 રૂપિયાના સ્તરથી નીચે આવી ગયો. કંપનીના શેરની કિંમત આજે 228.90 રૂપિયા છે. જો આપણે પ્રાઇઝ બેન્ડથી તુલના કરીએ તો આ આઈપીઓએ પોતાના ઈન્વેસ્ટરોને 325 ટકાનું રિટર્ન આપ્યું છે.
1 લાખના બની ગયા 4 લાખ રૂપિયા
આ આઈપીઓના એક લોટમાં 2000 શેર હતા. એટલે કે કોઈ ઈન્વેસ્ટરે શરૂઆતમાં મિનિમમ 1.08 લાખ રૂપિયા (54x2000) નું રોકાણ કરવું પડ્યું હશે. તો આજના દિવસે શેરની કિંમત 228.90 રૂપિયા છે. તેનો મતલબ છે કે આ સમયગાળામાં કુલ રોકાણ વધી 4.57 લાખ રૂપિયા (228.90x2000) રૂપિયા થઈ ગયું હશે. એટલે કે આ એનએસઈ એસએમઈ સ્ટોકે છેર લિસ્ટિંગના ચાર મહિનાની અંદર ઈન્વેસ્ટરોના 1.08 લાખ રૂપિયાને 4.57 લાખ રૂપિયા બનાવી દીધા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને અધીન હોય છે અને ઈન્વેસ્ટ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે