WhatsApp Chat Lock: આ રીતે લોક કરીને બિન્દાસ્ત કરો WhatsApp Chat, કોઈ પણ હશે નહીં જોઈ શકે

WhatsApp Chat Lock: જો તમે તમારા પાર્ટનર અથવા વોટ્સએપ પર કોઈ ખાસ વ્યક્તિ સાથે પ્રાઈવેટ ચેટ કરવા ઈચ્છો છો, તો આજે અમે તમને એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

WhatsApp Chat Lock: આ રીતે લોક કરીને બિન્દાસ્ત કરો WhatsApp Chat, કોઈ પણ હશે નહીં જોઈ શકે

WhatsApp Chat Lock Enable Process: આજની દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે મેસેજિંગ માટે WhatsApp નો ઉપયોગ ન કરે. ભારતમાં પણ આ એપનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. દર વર્ષે આ સંખ્યા સતત વધી રહી છે. તેનું કારણ તેમાં રહેલી પ્રાઈવસી સિક્યોરિટીના મહત્વના ફીચર્સ છે. આજે અમે તમને વોટ્સએપના એક એવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે કોઈની સાથે પ્રાઈવેટ ચેટ કરી શકો છો અને કોઈને તેના વિશે ખબર પણ નહીં પડે.

તમામ પ્રકારના ફોન પર ઉપલબ્ધ છે
વોટ્સએપના આ નવા ખાસ ફીચરનું નામ ચેટ લોક છે. આ નવી સુવિધા તમામ પ્રકારના એન્ડ્રોઈડ અને આઈફોન પર ઉપલબ્ધ છે. જો તમે તમારા પાર્ટનર, મિત્ર કે કોઈ સંબંધી સાથે પ્રાઈવેટ ચેટ કરવા ઈચ્છો છો તો ચેટ લોક ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.આ ફીચરને ઓન કરીને તમે તમારી સૌથી ખાસ ચેટ્સને પાસવર્ડ વડે સુરક્ષિત રાખી શકો છો.

જ્યારે પણ તમે તમારી સિક્રેટ ચેટ વાંચવા અથવા મેસેજ મોકલવા માંગતા હો, ત્યારે તમારે તમારું ચેટ લૉક અનલૉક કરવું પડશે. આ માટે, તમે ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેસ આઈડી અથવા પાસવર્ડનો ઉપયોગ કરીને લોક કરી શકો છો. આમાંથી કોઈપણ એક વસ્તુ દ્વારા તમે તે લોક ખોલી અથવા બંધ કરી શકો છો.

ચેટ લોકનો ઉપયોગ કેવી રીતે કરવો (How to Lock Individual Chats on WhatsApp)

  • તમારા iPhone અથવા Android ફોન પર WhatsApp ખોલો.
  • પછી ચેટ બોક્સ ખોલો જેની સાથે તમે પ્રાઈવેટ ચેટ કરવા માંગો છો.
  • તે ચેટ બોક્સ  (WhatsApp Chat Lock) ખોલ્યા પછી, ઉપરના નામ પર ક્લિક કરો. ત્યાંની યાદીમાં ઘણા વિકલ્પો જોવા મળશે.
  • જો તમે Disappearing Messages નીચે જુઓ છો, તો તમને Chat Lockનો વિકલ્પ દેખાશે.
  • આ વિકલ્પને ચાલુ કર્યા પછી, તે ચેટ લોક થઈ જશે.
  • ચેટ લૉક થયા પછી, તે Locked Chats વિકલ્પ પર સેવ થઈ જશે.
  • આ પછી, જો તમને કોઈ મેસેજ મળશે, તો તમને મેસેજ અનરીડની સૂચના મળશે.
  • તે નોટિફિકેશન પર ક્લિક કરીને તમે ચેટ જોઈ અને વાંચી શકો છો.
  • તમે આ ફીચર દ્વારા અન્ય તમામ Locked Chats જોઈ શકશો.

વિવાદને ભૂલી રિવાબા પૂનમબેનને ભેટી પડ્યા, 27 સેકન્ડ સુધી એકબીજાનો હાથ પકડી રાખ્યો

આ પણ એક વિકલ્પ છે
જો તમને પ્રયાસ કરવા છતાં પણ સિક્રેટ ચેટનો વિકલ્પ ન દેખાય, તો સ્લાઇડને સહેજ નીચે સ્લાઇડ કરો. આ પછી તમે લૉક ચેટ્સ જોશો. જો કે, તેનો ઉપયોગ કરવા માટે તમારે ફિંગરપ્રિન્ટ અથવા પાસકોડનો ઉપયોગ કરવો પડશે. આ રીતે તમારી ચેટ દૃશ્યમાન થઈ જશે અને તમે WhatsApp પર કોઈપણ સાથે ખાનગી રીતે ચેટ કરી શકશો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news