Misuse Of Aadhar Card: ક્યાંક તમારા આધાર કાર્ડનો તો નથી થઈ રહ્યો છે દુરૂપયોગ? આવી રીતે કરો ખાતરી
આજના આ ડિજિટલ યુગમાં ઑનલાઈન છેતરપિંડીના પ્રમાણમાં વધારો થયો છે. ભણેલા ગણેલા લોકો પણ છેતરાઈ જાય છે. ઘણીવાર આવા કામમાં આધાર કાર્ડનો ખોટી રીતે ઉપયોગ થાય છે એટલે જ તેના પર નજર રાખવી જરૂરી છે.
Trending Photos
નવી દિલ્લીઃ આમ આદમીનો અધિકારી એટલે આધાર, દેશમાં તમામ મહત્વના કામ કરવા માટે સરકારે આધાર કાર્ડને ફરજિયાત બનાવ્યું છે. સાથે જ સાયબર ઠગ પણ એક્ટિવ થયા છે. કોઈની પણ આધારની માહિતી મેળવવી સરળ થઈ ગઈ છે. અનેક વાર આપણે આધારની કોપી આપવી પડે છે.
આવક વેરો ભરવા માટે આધાર અને પાન કાર્ડ લિંક કરાવવાનું રહે છે. આવા સંજોગોમાં આધાર કાર્ડનો દૂરૂપયોગ થવાની સંભાવનાઓ વધી જાય છે. એવામાં જો તમને ખબર પડી જાય કે તમારા આધાર કાર્ડનો ક્યા ક્યા ઉપયોગ થઈ રહ્યો છે તો તમે ઘણી બધી સમસ્યાઓથી બચી શકો છો. જો તમને ખબર પડે કે કોઈ તમારી પરવાનગી વિના તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે તો તમે ફરિયાદ પણ દાખલ કરાવી શકો છો. આ માટે તમે UIDAIની પર જઈને આધારની હિસ્ટ્રી ચેક કરી શકો છો.
આ છે આખી પ્રોસેસ:
સૌથી પહેલા resident.uidai.gov.in પર જાણો
ટોપ રાઈટ કોર્નર પર માય આધાર ઓપ્શન ક્લિક કરો
જે બાદ આધાર Authentication History ઓપ્શન સિલેક્ટ કરો
આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ ભરો
હવે ઓટીપી વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કરો
નવો ટેબ આવે જેમાં આધારની હિસ્ટ્રી જાણવી હોય તે તારીખ ભરો
હવે રેકોર્ડ નંબર અને મોબાઈલ નંબર ઓટીપી માટે નાખવાનો રહેશે
હવે તમને આધારની હિસ્ટ્રી દેખાશે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો
અહીં કરો ફરિયાદ:
જો તમને તમારી હિસ્ટ્રી ચેક કરતા કાંઈ શંકાસ્પદ દેખાય તો તેની ફરિયાદ તમે કરી શકો છો. તમે તેની સૂચના UIDAIના ટોલ ફ્રી નંબર 1947 પણ આપી શકો છો. અથવા તો help@uidai.gov.in પર ઈમેઈલથી ફરિયાદ કરી શકો છો..
સાયબર ફ્રોડથી બચો:
જો તમે સાવધ રહો તો સાયબર ફ્રોડથી બચી શકો છો. ક્યાંય પણ આધાર નંબર આપતા પહેલા બે વાર વિચારી લો. અજાણી લિંક પર ક્લિક ન કરો. પેમેન્ટ કરતા પહેલા લિંક કે વેબસાઈટની વિશ્વસનિયતા ચકાસી લો. લોભામણી જાહેરાતોથી સાવધાન રહો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે