નોએડા ઓથોરિટીનાં આદેશ બાદ નમાજિયોએએ પણ પાર્કમાં નમાજ નહી પઢવા કરી અપીલ

પાર્કમાં જુમ્માની નમાજ આયોજીત કરનારાઓમાંથી એક આદિલ રાશિદે કહ્યું કે, આ મુદ્દે વધારે વિવાદ નથી ઇચ્છતા, પોલીસનું કહેવું છે કે તેઓ આજે શુક્રવારની પરિસ્થિતી પર નજર રાખશે

નોએડા ઓથોરિટીનાં આદેશ બાદ નમાજિયોએએ પણ પાર્કમાં નમાજ નહી પઢવા કરી અપીલ

નોએડા : નોએડા સેક્ટર 58માં જુમ્માની નમાજના મુખ્ય આયોજનકર્તાએ મુસલમાનોને અપીલ કરી છે કે, આયોજનકર્તા મુસલમાનોને અપીલ છે કે પાર્કમાં એકત્ર ન થાય કારણ કે અહીં જુમ્માની મસ્જીદ માટેની પરવાનગી નથી. પોલીસે ઉક્ત પાર્કમાં ધાર્મિક ગતિવિધિઓને પ્રતિબંધિત કરી દીધી છે. પાર્કમાં જુમ્માની નમાજ આયોજીત કરનારાઓમાંથી એક આદિલ રાશિદે કહ્યું કે, તેઓ આ મુદ્દે વધારે વિવાદ નથી ઇચ્છતા. પોલીસનું કહેવું છે કે તેઓ આજે (શુક્રવારે) પરિસ્થિતી પર નજર રાખશે. 

આ મહિનાની શરૂઆતમાં નોએડા પોલીસને આદેશ ઇશ્યું કર્યો હતો કે સરકારી ભુખંડ પર જુમ્માની નમાજ થઇ શકે નહી કારણ કે તેના માટે યથાઉચીત પરવાનગી નથી. રાશિદે કહ્યું કે, મે પાર્કમાં નમાજની પરવાનગી આપવા માટે તંત્રને અરજી કરી હતી પરંતુ તે નામંજુર થઇ ગઇ. એટલા માટે જેને માહિતી નથી, હું તે લોકોને અપીલ કરીશ કે હું જુમ્માની નમાજ માટે શુક્રવારે પાર્કમાં ન જાય. 

2013થી જ પાર્કમાં જુમ્માની નમાજ પઢાવવાનો દાવો કરનારા 24 વર્ષીય મૌલવી નોમાન અખ્તરે કહ્યું કે, તેઓ જુ્માની નમાજ માટે પાર્કમાં નહી જાય. તેમણે કહ્યું કે, રાશિદ અને અખ્તરને નમાજ માટે બિનકાયદેસર રીતે પાર્કનો ઉપયોગ કરવાનાં આરોપમાં 18 ડિસેમ્બરે સુરક્ષાની દ્રષ્ટીએ કસ્ટડીમાં લેવામાં આવ્યો અને ત્રણ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, નોએડામાં ખુલામાં નમાજ પઢવામાં આવી હોવાનાં મુદ્દે સેક્ટર-58 પોલીસે ખુલ્લામાં નમાજ પઢવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોએડાનાં સેક્ટર 58 પોલીસે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવનારા નોએડા ઓથોરિટીના પાર્કમાં ખુલામાં નમાન પઢવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેના માટે પોલીસે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમામ કંપનીઓને નોટિસ મોકલવામાં આવ્યા છે. આ નોટિસનાં અનુસાર જો નોએડા સેક્ટર-58 ખાતે ઇન્ડસ્ટ્રિયલ હબ ખાતે કાર્યાલયોનાં કર્મચારીઓ નિયમોના ઉલ્લંઘન કરતા જોવા મળ્યા તેના માટે સંસ્થાને જ જવાબદાર ઠેરવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news