જાણો કેવી રીતે તમારું PF એકાઉન્ટ તમને બનાવી શકે છે કરોડપતિ

કોઈ એક વ્યક્તિ કે જે 21 વર્ષની ઉંમરે કામ શરૂ કરે છે.  અને તેનો માસિક પગાર 25 હજાર રૂપિયા છે.  તો તે PF રોકાણથી 1 કરોડથી વધુની રકમ સાથે નિવૃતિ લઈ શકે છે.

જાણો કેવી રીતે તમારું PF એકાઉન્ટ તમને બનાવી શકે છે કરોડપતિ

EPFOને પ્રાઈવેટ સેક્ટરના પગારદાર કર્મચારીઓને નિયમિત રોકાણ સાથે નિવૃત્તિ કોર્પસ બનાવવાની તક પૂરી પાડે છે. EPF એટલે કે એમ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં નિયમિત રોકાણ તે નોકરીયાત વ્યક્તિઓ માટે ચોક્કસપણે સારો વિકલ્પ છે..જેની મદદથી તેઓ નિવૃત્તિ કોર્પસ બનાવી શકે છે.  વાર્ષિક રૂપિયા 1.5 લાખ સુધીનું EPF રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિ માટે પાત્ર છે. એકવાર કર્મચારી પાંચ વર્ષથી વધુ સમય માટે યોગદાન આપે પછી પાકતી મુદતની રકમને પણ કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. જો કે, સરકારે દર વર્ષે પીએફ યોગદાનની રકમની નવી મર્યાદા રજૂ કરી છે.
  
વર્તમાન EPFO ધારાધોરણો મુજબ, કર્મચારીઓ અને નોકરીદાતાઓ EPFમાં મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થા (DA)ના 12 ટકા યોગદાન આપે છે. દર મહિને કર્મચારીના પગારમાંથી કપાત કરવામાં આવે છે. જે કોર્પસ ફંડ બનાવવામાં મદદ કરે છે,.જે નિવૃત્તિ વ્યક્તિ પર ઉપાડી શકાય છે.

એમ્પ્લોયરના યોગદાનમાંથી 8.33 ટકા કર્મચારી પેન્શન યોજનામાં જાય છે અને માત્ર 3.67 ટકા EPF રોકાણમાં જાય છે. EPFમાંથી આંશિક ઉપાડ ખાસ સંજોગોમાં કરી શકાય છે 
 
સરકારે નાણાંકીય વર્ષ 2022-23માં કર્મચારી માટે ભવિષ્ય નિધિ પર વ્યાજ 8.1 ટકાના દરે નક્કી કર્યું છે. જો તમે તમારા EPF ખાતામાંથી પ્રવર્તમાન વ્યાજ દરે ક્યારેય પૈસા ઉપાડતા નથી. તો તમે તમારા પ્રોવિડન્ટ ફંડમાં એક કરોડથી વધુની રકમ સાથે થઈ શકો છો નિવૃત.
 
માસિક પગાર અને DAની સાથે જો વ્યક્તિને પગાર 25 હજાર હોય અને તેની ઉંમર 21 વર્ષની હોય તો તેને નિવૃતિના સમયે 1 કરોડથી વધુની રકમ મળી શકે છે. 

જો તમે 60 વર્ષની વયે નિવૃત થતા હોય તો એનો અર્થ એ થાય છે કે 39 વર્ષ સુધી સતત તમે EPFમાં રોકાણ કરો છે. અને તમને 8.1 ટકાના વ્યાજ દરે રિટાયરમેન્ટ ફંડ 1.35 કરોડ મળે છે. 

જો તમારા પગારમાં વાર્ષિક સરેરાશન 5 ટકાનો વધારો થાય છે. તો તમારી નિવૃતિ કોર્પસ ₹2.54 કરોડ સુધી વધી શકે છે. તમારા પગારમાં 10 ટકાના વાર્ષિક વધારા પર તમે 6 કરોડથી વધુના EPF કોર્પસ સાથે નિવૃત થઈ શકો છો. 

EPF રોકાણની ગણતરી મૂળભૂત પગાર અને DA અને વ્યાજ દરો પર આધારિત છે. સરકાર દ્વારા સમયાંતરે EPF રોકાણ પરના વ્યાજ દરોમાં કરવામાં આવે છે ફેરફાર.

જો તમે કોઈ આંશિક ઉપાડ નહીં કરો તો જ તમારું નિવૃત્તિ ભંડોળ અપેક્ષિત રકમ એટલે કે સારી એવી માટી રકમ ભેગી થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news