એક સપ્ટેમ્બરથી દેશમાં તમારા માટે શું બદલાશે, બસ એક ક્લિકમાં જાણો

જો તમે 31 ઓગસ્ટ 2018 સુધી પોતાના આઇટીઆર ફાઇલ ન કર્યું તો તમારે 1 સપ્ટેમ્બરથી તેના માટે પેનલ્ટી ચૂકવવી પડશે. 

એક સપ્ટેમ્બરથી દેશમાં તમારા માટે શું બદલાશે, બસ એક ક્લિકમાં જાણો

નવી દિલ્હી: ડોલરના મુકાબલે ઝડપથી તૂટી રહેલો રૂપિયો અને પેટ્રોલ-ડીઝલના ભાવથી આમ આદમી પરેશાન છે. તો બીજી તરફ સપ્ટેમ્બર મહિનો પણ આમ આદમી માટે કેટલાક ફેરફાર સાથે આવી રહ્યો છે જે તેને સીધી અસર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે બિઝનેસમાં રૂપિયો 70.59ના સ્તર પર પહોંચી ગયો તો દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 78.18 રૂપિયા થઇ ગયું. અમે અમારા સમાચારમાં સપ્ટેમ્બર મહિનાથી લાગૂ થનાર ફેરફારો વિશે જાણકારી આપી રહ્યા છે. જાણો આ વિશે...

હવે લેવું પડશે થર્ડ પાર્ટી વિમા કવર
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વીમા નિયામક ઇરડાએ બધી જનરલ ઇંશ્યોરેંસ કંપનીઓને કહ્યું છે કે તે પોલિસી હોલ્ડર્સને લોંગ ટર્મ થર્ડ પાર્ટી વિમો આપે. તેના હેઠળ એક સપ્ટેમ્બરથી નવા ફોર વ્હીલર વાહનોનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે ત્રણ વર્ષ માટે થર્ડ પાર્ટી વિમો ફરજિયાત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ દ્રિચક્રી વાહનો માટે પાંચ વર્ષ માટે થર્ડ પાર્ટી વિમો ફરજિયાત કરવામાં આવ્યો છે. ઇરડાએ આ સંદર્ભમાં સર્કુલર જાહેર કરી બિન-જીવન વીમા કંપનીઓને પણ નિર્દેશ પણ આપ્યા છે. અત્યાર સુધી ફક્ત દ્રિચક્રી વાહનો માટે એક વર્ષથી વધુ સમયગાળાવાળા વિમા કવર બજારમાં ઉપલ્બધ હતા. 

હવે નહી મળે આઇઆરસીટીસીની આ ફ્રી સર્વિસ
અત્યાર સુધી આઇઆરસીટીસી દરેક યાત્રીને મફતમાં ટ્રાવેલ ઇંશ્યોરેંસની સુવિધા આપતું હતું, પરંતુ હવે એક સપ્ટેમ્બરથી ઇ-ટિકીટ પર આપવામાં આવતી મફત ટ્રાવેલ ઇંશ્યોરેંસની સુવિધા ખતમ કરી દેવામાં આવશે. એટલે કે હવે જો કોઇ મુસાફર આ ઇંશ્યોરેંસને લેવા માંગશે તો તેના માટે વધારાના પૈસા ચૂકવવાના રહેશે. એટલે કે કુલ મળીને વિમા સાથે હવે તમારી ટિકીટ મોંઘી થઇ જશે.

ITR નહી ભરો તો હવે આપવી પડશે પેનલ્ટી
જો તમે 31 ઓગસ્ટ 2018 સુધી પોતાના આઇટીઆર ફાઇલ ન કર્યું તો તમારે 1 સપ્ટેમ્બરથી તેના માટે પેનલ્ટી ચૂકવવી પડશે. 

  • જો તમે ભૂલથી અથવા જાણીજોઇને 31 ઓગસ્ટ 2018 સુધી પોતાનું આઇટીઆર ભરતા નથી તો તમારે પેનલ્ટી ચૂકવવી પડશે જો કે સમય પ્રમાણે અલગ અલગ હોઇ શકે છે. આ પેનલ્ટી તમને ઇન્કમ ટેક્સની કલમ 234F અંતગર્ત લગાવવામાં આવશે.
  • જો તમારી આવક પાંચ લાખ અથવા તેનાથી ઓછી છે અને તમે 31 ઓગસ્ટ સુધી આઇટીઆર દાખલ નથી કરતા તો તમને 1000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે. 
  • તો બીજી તરફ 5 લાખથી વધુ આવક હોવાના કેસમાં 31 ઓગસ્ટથી એક દિવસનું પણ મોડું તમને 5,000 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે. જોકે તમારે આ કેસમાં 31 સપ્ટેમ્બર સુધી પોતાનું રિટર્ન ફાઇલ કરવું પડશે. 
  • જો તમે તમારું આઇટીઆર 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2019 સુધી ભરો છો તો તમારે 10,000 રૂપિયા તરીકે પેનલ્ટી ચૂકવવા પડશે.
  • તમને એ વાતની ખબર હોવી જોઇએ કે આ પેનલ્ટી કોઇપણ ભોગે તમને પરત કરવામાં નહી આવે. પેનલ્ટી પર લાગનાર વ્યાજ ઇન્કમ ટેક્સની કલમ 234 A અંતગર્ત વસૂલવામાં આવે છે જે એક ટકા હોય છે. 

ઇંડિયા પોસ્ટના પેમેંટ બેંકની થશે શરૂઆત
એક સપ્ટેમ્બરથી ઇન્ડીયા પોસ્ટના પેમેંટ બેંકની શરૂઆત થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેંક સામાન્ય બેંકોની તુલનામાં ખૂબ અલગ હશે. આ દેશનું પ્રથમ એવી બેંક હશે, જે લોકોને ડોર સ્ટેપ બેંકિંગની સુવિધા પુરી પાડશે. પોસ્ટલ ડિપાર્ટમેંટના દેશભરમાં ફેલાયેલા પોસ્ટમેન દ્વારા આ સર્વિસ પુરી પાડવામાં આવશે. જાણકારી અનુસાર વડાપ્રધાન નરેંદ્ર મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક સપ્ટેમ્બરને એક કાર્યક્રમમાં આઇપીપીબીની ઔપચારિક શરૂઆત કરશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news