જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કરતા હોવ તો સાવધાન! QR કોડ સ્કેન કરતા થઈ જાય છે ખાતું ખાલી!
Digital Payment: જો તમે પણ કરો છો ડિજિટલ પેમેન્ટ તો થઈ જાઓ સાવધાન! QR કોડ સ્કેન કરતાની સાથે જ ખાતું ખાલી થઈ જાય છે, તેને કેવી રીતે ટાળવું તે અહીં જાણો.
Trending Photos
ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે.આવી સ્થિતિમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. સાયબર ગુનેગારો અવનવી રીતે લોકોને છેતરતા રહે છે. QR કોડ થકી પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ઠગ લોકો QR સ્કેન કરવાનું કહે છે. અને ખાતામાથી પૈસા થઈ જાય છે ગાયબ...જેથી આવા ઠગ લોકોની હંમેશા દૂર રહેવું જરૂરી છે.
1) OLX જેવા પ્લેટફોર્મ પર સ્કેમર્સ QR કોડનો ઉપયોગ કરે છે. OLX પોતે આ અંગે અગાઉ ઘણી વખત ચેતવણી આપી ચૂક્યું છે. પહેલા ગુનેગારો વપરાશકર્તાઓને QR કોડ મોકલે છે અને લોકોને પૈસા મેળવવા માટે તેને સ્કેન કરવાનું કહે છે.
2) યુઝર્સ QR કોડ સ્કેન કરતાની સાથે જ. પૈસા મળવાને બદલે બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. સ્કેમર્સ પણ તમારા બેંક ખાતાની વિગતો મેળવી લે છે. ક્યુઆર કોડ થકી લોકોને ફસાવીને મોટી રકમની લૂંટ કરવામાં આવી રહી છે.
3)જ્યારે પણ કોઈ અજાણ્યો વ્યક્તિ તમને WhatsApp અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર QR કોડ મોકલે અને કહે કે તમને તેમાંથી પૈસા મળશે, તો QR કોડને ક્યારેય સ્કેન કરો.
4) UPI ID અથવા બેંક વિગતો ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં. કોઈ અજાણી વ્યક્તિ થકી આપવામાં આવેલ QR કોડને પણ સ્કેન ન કરો. OTP કોઈની સાથે શેર કરશો નહીં.
5) જો QR કોડ સ્કેન કરતી વખતે લિંક દેખાય છે, તો તેના પર ક્લિક કરશો નહીં. કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પહેલા યુઝર ઓથેન્ટિક છે કે નહીં તે તપાસો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે