ડિજિટલ સોનું ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, મળે છે આ ફાયદાઓ

મોંઘવારીના જમાનામાં સોનાની કિંમત પણ ઝડપથી વધી રહી છે અને આગામી દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. જો તમે પણ પોસાય તેવા ભાવે સોનું ખરીદવા માંગતા હોવ તો તમે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો.

ડિજિટલ સોનું ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, મળે છે આ ફાયદાઓ

Digital gold: ગુજરાતમાં તહેવારોમાં સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે આ મોંઘવારીના સમયમાં તમે શુદ્ધ 24 કેરેટ સોનું ખરીદી શકો છો. મોંઘવારીના જમાનામાં સોનાની કિંમત પણ ઝડપથી વધી રહી છે અને આગામી દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. જો તમે પણ પોસાય તેવા ભાવે સોનું ખરીદવા માંગતા હોવ તો તમે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો.

ડિજિટલ ગોલ્ડ શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો ડિજિટલ સોનાને ઓનલાઈન પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન કરતા કોઈપણ પાર્ટનર પાસેથી ખરીદી શકાય છે, જે પાર્ટનરનું કોઈપણ ડિજિટલ ઇન્ટરફેસ હોય. આ પ્લેટફોર્મ UPI વોલેટ જેવા કે Paytm, GPay, PhonePe ઓનલાઇન રિટેલ સ્ટોર્સ અથવા બેન્કો સહિતના હોઈ શકે છે. ડિજિટલ સોનું માત્ર રૂ. 1માં પણ ખરીદી શકાય છે, તે સંપૂર્ણપણે ગ્રાહકની માલિકીનું છે, તેનો MMTC-PAMP હેઠળ વીમો પણ લેવામાં આવે છે અને ગ્રાહકે ફિઝિકલ ગોલ્ડને સાચવવાની ચિંતામાંથી પણ મુક્તિ મળે છે. વધુમાં, IDBI ટ્રસ્ટીશીપ તેમના કસ્ટોડિયન તરીકે રક્ષણ આપે છે અને ખાતરી કરે છે કે ગ્રાહકે આ પીળી ધાતુમાં કરેલું રોકાણ સંપૂર્ણપણે સલામત છે.

1) ડિજિટલ સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું
ડિજિટલ સોનું સરળતાથી અને ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ કારણોસર લોકો ડિજિટલ સોનું ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ડિજિટલ સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે જાણો

2) શુદ્ધતા
સૌપ્રથમ ડિજિટલ સોનું ખરીદતા પહેલા રોકાણકારોએ સોનાની શુદ્ધતાની તપાસ કરવી જોઈએ. સેફગોલ્ડના પ્લેટફોર્મ પરથી ખરીદેલ સોના કરતા MMTC-PAMP પાસેથી ખરીદેલ ડિજિટલ સોનું અધિક શુદ્ધ હોવાની સંભાવના છે.

3) રૂ. 1 કરતા પણ ઓછી શરૂઆતની કિંમત
ડિજિટલ ગોલ્ડની કિંમત રૂ. 1થી શરૂ થાય છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાથી ગ્રાહક નાના પાયે રોકાણ કરવા માટે આંશિક ભૌતિક સોનું ખરીદી શકે છે.

4)  સ્ટોરેજ
તમે જે સોનું ખરીદો છો, તે સેન્ટ્રલી સ્ટોર કરવામાં આવે છે અને તમારુ સોનું ડિજિટલ વોલેટ બેલેન્સ તરીકે દર્શાવવામાં આવે છે. તમે આ સોનાની ડિલીવરી લઈ શકો છો અથવા તમે ડાયરેક્ટ સેલ પણ કરી શકો છો.

5) GST અને અન્ય ચાર્જ
જે પ્રકારે સ્ટોર પરથી સોનાની ખરીદી પર GST ચૂકવવાનો રહે છે, તે જ રીતે ડિજિટલ ગોલ્ડની ખરીદી પર 3 ટકા GST ચૂકવવાનો રહે છે. ડિજિટલ ગોલ્ડ પ્રોવાઈડર સ્ટોરેજ કોસ્ટ, વીમો અને વધારાના અન્ય ખર્ચ માટે 2-3 ટકાનો વધારાનો ચાર્જ પણ વસૂલે છે. જો ગ્રાહક ડિજિટલ ગોલ્ડને ફિઝીકલ ગોલ્ડમાં પરિવર્તિત કરવા ઈચ્છે છે, તો તેના પર મેકિંગ ચાર્જ લગાવવામાં આવે છે. તમારા ઘર સુધી સોનું ડિલીવર કરવા માટે રોકાણકારોએ વધારાનો ચાર્જ પણ ચૂકવવાનો રહેશે.

6) મેક્સિમમ હોલ્ડિંગ પિરિયડ
ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સમાં મેક્સીમમ હોલ્ડિંગ પિરિયડ હોય છે, ત્યારબાદ રોકાણકારે સોનાની ડિલીવરી લેવી પડે છે અથવા વેચી દેવું પડે છે. તમામ મરચન્ટની ડિજિટલ ગોલ્ડ માટે અલગ અલગ હોલ્ડિંગ પિરિયડ શરત હોય છે.

7) ડિજિટલ ગોલ્ડ પર ટેક્સ
ડિજિટલ હોલ્ડિંગ પિરિયડ અનુસાર રોકાણકારે ડિજિટલ ગોલ્ડ પર ટેક્સ ચૂકવવાનો રહે છે. ડિજિટલ સોનું 36 મહિના કરતા ઓછા સમય સુધી હોલ્ડ રાખવામાં આવે તો રિટર્ન પર ડાયરેક્ટ ટેક્સ લાગુ થતો નથી. ડિજિટલ ગોલ્ડથી મળતા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન પર લાગુ થયેલ સરચાર્જ અને 4 ટકા સેસ સાથે રિટર્ન પર 20 ટકા ટેક્સ ચૂકવવાનો રહે છે.

ગેરફાયદા
ડિજિટલ સોનું ખરીદવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. સૌથી મોટુ નુકસાન છે, કે ગોલ્ડ સ્પેસમાં નિયામક તંત્રનો અભાવ હોય છે. ગોલ્ડ ફંડ SEBIના નિયામક અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. 

ડિજિટલ ગોલ્ડના ઘણા ફાયદા છે
ડિજિટલ સોનું તમામ લાભ પ્રદાન કરતું હોવાથી રોકાણકારો ડિજિટલ સોનામાં રોકાણ  કરવાનું પસંદ કરી રહ્યા છે. મોબાઈલ એપથી ડિજિટલી ખરીદેલ સોનું ભૌતિક સોનું છે. આ સોનું ખરીદવા માટે સ્ટોર પર જવાની જરૂરિયાત નથી. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ ખૂબ જ ફાયદાકારક અને સરળ છે કારણ કે રોકાણકારો નાની દૈનિક-સાપ્તાહિક-માસિક રકમમાં પણ અહીં રોકાણ કરી શકે છે અને જ્યારે પણ તેઓ ઇચ્છે ત્યારે તેઓ MMTC-PAMPના શુદ્ધ 24 કેરેટ 999.9 ના સોનાના સિક્કા અથવા બાર સ્વરુપે તેને મેળવી શકે છે.

આ અનોખા પ્રસ્તાવથી સોનામાં રોકાણ કરવાની રીત બદલાઈ ગઈ છે, જ્યાં નાની માત્રામાં પણ રોકાણ શક્ય બન્યું છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું અત્યંત સરળ અને સંપૂર્ણ પારદર્શક છે. આ સિવાય તેની ખરીદી પર 3% જીએસટી અથવા અન્ય છુપાયેલા ચાર્જ અથવા ટેક્સ નથી. સોના અને ચાંદી માટે ભારતની એકમાત્ર LBMA પ્રમાણિત રિફાઇનરી તરીકે, MMTC-PAMP ડિજિટલ સોનાના ભાવ વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છે. પરિણામે સ્થાનિક બજારની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર રોકાણકારને તેના રોકાણ માટે પારદર્શક ભાવ મળે છે, તે જ્યારે ઇચ્છે ત્યારે તેને વેચવાનું નક્કી કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news