Public Provident Fund: PPF રોકાણકારો માટે મોટા સમાચાર, કરોડો લોકોને સરકાર આપશે મોટી ભેટ
PPF Interest Rate: જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પરના વ્યાજની જાહેરાત નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવશે. આ વખતે નાણા મંત્રાલય દ્વારા પીપીએફના વ્યાજ દરમાં વધારો થવાની ધારણા છે.
Trending Photos
PPF Scheme Interest Rate 2023: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ કોઈપણ નોકરિયાત માણસ માટે જીવાદોરી સમાન છે. તમારા કપરા સમયમાં આ બચત તમને ખુબ કામ લાગશે. ત્યારે એની અંદર રોકાણ કરવા અને રોકાણ વધારવા માટે પણ તમને અનેક સ્કીમો દર્શાવવામાં આવે છે. જો તમે પણ PPFમાં રોકાણ કર્યું છે, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. આવતા મહિને એટલે કે 30 જૂને નાણા મંત્રાલય દ્વારા જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજની જાહેરાત કરવામાં આવશે. આ વખતે નાણા મંત્રાલય દ્વારા પીપીએફના વ્યાજ દરમાં વધારો થવાની ધારણા છે. અગાઉ 31 માર્ચે નાણા મંત્રાલયે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં વધારો કર્યો હતો.
હાલમાં વ્યાજ દર 7.10 ટકા છે-
તે સમયે પીપીએફનો વ્યાજ દર 7.10 ટકાના જૂના સ્તરે યથાવત રાખવામાં આવ્યો હતો. ત્યારે જૂના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે સરકારે છેલ્લા 12 ક્વાર્ટરથી PPFના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવી સ્થિતિમાં આ વખતે પરિવર્તન આવશે તેવી પૂરી આશા છે.
વ્યાજ દર વધીને 7.6 ટકા થશે-
સૂત્રોનો દાવો છે કે આ વખતે નાણાં મંત્રાલય તરફથી પીપીએફના વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો થઈ શકે છે. આ ફેરફાર બાદ PPFનો વ્યાજ દર 7.1 ટકાથી વધીને 7.6 ટકા થઈ જશે. તમે એક વર્ષમાં PPF ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. અહીં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.
નાની બચત યોજનાઓ અને તેના પર મળતું વ્યાજ-
1. વરિષ્ઠ નાગરિક બચત યોજના: 8.2 ટકા
2. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર વ્યાજ દર: 7.7 ટકા
3. સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર વધારીને વાર્ષિક 8 ટકા કરવામાં આવ્યો છે.
4. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર વધારીને 7.5 ટકા કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે