Jio ગ્રાહકો માટે બમ્પર ધમાકા, 6 મહિના સુધી ફ્રી મળશે અનલિમિટેડ 4G ડાટા

Jio ગ્રાહકો માટે બમ્પર ધમાકા, 6 મહિના સુધી ફ્રી મળશે અનલિમિટેડ 4G ડાટા

Jio ગ્રાહકો માટે બમ્પર ધમાકા, 6 મહિના સુધી ફ્રી મળશે અનલિમિટેડ 4G ડાટા

નવી દિલ્હી : રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. કંપનીએ આ પ્લાનમાં મોન્સૂન હંગામા ઓફર અંતર્ગત બજારમાં ધમાકો કર્યો છે. ધમાકા ઓફર પ્લાન ₹ 594નો છે. જેમાં યૂજર્સને 6 મહિના સુધી ફ્રી અનલિમિટેડ કોલ્સ અને સાથોસાથ અનલિમિટેડ 4જી ડાટાનો પણ લાભ મળશે. આ ઉપરાંત જિયોના મોન્સૂન હંગામા ઓફરમાં યૂજર્સને અન્ય કેટલાક ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે. 

આ પ્લાનમાં શું ખાસ છે...
રિલાયન્સ જિયોએ મોનસૂન હંગામા ઓફર અંતર્ગત જાહેર કરેલા 594 રૂપિયાના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે યૂજર્સને 6 મહિના સુધી અનલિમિટેડ ફ્રી ડાટા પણ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનલિમિટેડ એસએમએસ પણ છે. 

નવા ગ્રાહકોને પણ ફાયદો
મોનસૂન હંગામા ઓફરમાં યૂજર્સ ચાલુ હાલતનો કોઇ પણ ફિચર ફોનને રૂપિયા 501 આપીને જિયો ફોનમાં એકસચેન્જ કરી શકે છે. નવું જિયો સિમ લેનારા યૂજર્સને આ પ્લાન વન ટાઇમ એક્ટિવેશનના રૂપમાં આપવામાં આવશે, આ પ્લાનનો લાભ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) કરાવનારા ગ્રાહકોને પણ મળશે. 

જિયો 99 રૂપિયાનો પણ પ્લાન
જિયો ફોન યુજર્સને આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથોસાથ ફ્રી એસએમએસ (રોજના 100) મળશે, સાથોસાથ દરરોજ 500 એમબી ડાટા પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. આ પ્લાન મૂળ રૂપથી જિયો ફોન અને જિયો ફોન 2 યૂજર્સ માટે ઉપયોગ છે. આ પ્લાનમાં યૂજર્સને કુલ 14 જીબી ડાટાનો લાભ મળે છે. 

જિયો 153 રૂપિયાનો પ્લાન
જિયોનો આ પ્લાન પણ મૂળ જિયો ફોન યૂજર્સને મળશે. આ પ્લાનમાં યૂઝર્સ પ્રતિદિન 1.5 જીબી ડાટાનો લાભ મળશે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની રહેશે. યૂઝર્સને કુલ 42 જીબી ડાટાનો લાભ મળશે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ફ્રી એસએમએસ (પ્રતિદિન 100( લાભ પણ મળશે. તમને જણાવી એ કે જિયો ફિચર ફોનજિયો ફોન 2નું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news