દર્દીઓ અને મોતનો આંકડો વધતા ગુજરાતના આ શહેરે વધાર્યું સ્વૈચ્છિક લોકડાઉન

દર્દીઓ અને મોતનો આંકડો વધતા ગુજરાતના આ શહેરે વધાર્યું સ્વૈચ્છિક લોકડાઉન
  • પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા બાદ હવે વડાલી શહેરમાં આજથી સ્વયંભૂ બંધ પાળવામાં આવશે
  • સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં 104 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 9 દર્દીના મોત નિપજ્યાં

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :કોરોનાનો કહેર પારખી ચૂકેલા ગુજરાતના ગામડાઓ ન માત્ર સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે, પરંતુ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન પણ કરાવી રહ્યાં છે. ત્યારે અનેક ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉન લંબાવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્વૈચ્છિક બંધ 5 મે સુધી લંબાવાયુ છે. સંક્રમિત દર્દીઓના કેસોની તેમજ મૃત્યુની સંખ્યામાં વધારો થતા સ્થાનિક લોકો દ્વારા આ નિર્ણય લેવાયો છે. 

5 મે સુધી સ્વંયભૂ લોકડાઉન રહેશે 
હિંમતનગર શહેરમાં 5 મે સુધી તમામ વેપાર ધંધા બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. પાલિકા, વેપારી એસોસિએશનો તેમજ જિલ્લા વહીવટી તંત્રના સામૂહિક નિર્ણયથી અગાઉ 2 મે સુધી સ્વૈચ્છિક બંધ જાહેર કરાયુ હતું. શહેરમાં રાત્રિ કરફ્યૂની પોલીસ તંત્ર દ્વારા કડક અમલવારી કરાવાઇ રહી છે. ત્યારે હવે 5 મે સુધી શહેરમાં સ્વંયભૂ લોકડાઉન રહેશે.

આ પણ વાંચો : ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં 104 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 9 દર્દીના મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 89 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7434 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

  • હિંમતનગર તાલુકામાં 52 કોરોના પોઝિટિવ  કેસ નોંધાયા
  • તલોદ તાલુકામાં 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • પ્રાંતિજ તાલુકામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • ઇડર તાલુકામાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • ખેડબ્રહ્મા તાલુકામાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • પોશીના અને વિજયનગર તાલુકામાં 1-1  કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

આ પણ વાંચો : સરકારના આ પ્લાનિંગથી કોરોનામુક્ત બનશે ગુજરાતના ગામડા

સાંબરકાંઠાના પાંચમા શહેરે લોકડાઉન જાહેર કર્યું 
તો બીજી તરફ, સાબરકાંઠાના વડાલી શહેરમાં આજથી સ્વયંભૂ બંધની જાહેરાત કરાઈ છે. કોરોનાનું વધતા સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા બાદ હવે વડાલી શહેરમાં આજથી સ્વયંભૂ બંધ પાળવામાં આવશે. વડાલી નગરપાલિકામાં પાલિકા, તંત્ર અને વેપારી મહામંડળ સાથે થયેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેથી હવે વડાલી શહેરમાં 2 મે થી 8 મે સુધી એક સપ્તાહના સંપૂર્ણ સ્વયંભુ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ માટેની દુકાનો સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. મેડિકલ સેવા અને સ્ટોર્સ સંપૂર્ણપણે ખુલ્લા રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news