Investment Idea: આ સરકારી સ્કીમમાં માત્ર 500 રૂપિયાથી શરૂ કરો રોકાણ, મળશે લાખો રૂપિયાનો ફાયદો
PPF Account: જો તમે રોકાણ કરવાનો પ્લાન વિચારી રહ્યાં હોય તો અમે તમને એક બેસ્ટ સરકારી પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. જેમાં માત્ર 500 રૂપિયાથી રોકાણ કરી શકાય છે. તો તમે 40 લાખ રૂપિયા જેટલું રિટર્ન મેળવી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ PPF Account Details: જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને PPF Account વિશે જણાવીશું. અહીં રોકાણ કરવાથી ન માત્ર તમને સારૂ વ્યાજ મળે છે પરંતુ ટેક્સ છૂટમાં પણ મદદ મળે છે. સાથે અહીં રિસ્કની ચિંતા રહેતી નથી. આ એક સરકારી સ્કીમ છે. જરૂર પડવા પર તેમાંથી પૈસા કાઢી પણ શકાય છે.
500 રૂપિયામાં ખોલી શકાય છે એકાઉન્ટ
જો તમે PPF Account ઓપન કરાવવા ઈચ્છો છો તો તે માટે તમારે બેન્ક કે પોસ્ટ ઓફિસ જવું પડશે. આ એક સરકારી બચત યોજના છે, જેથી તેનો વ્યાજ દર સરકાર નક્કી કરે છે. PPF Account માત્ર 500 રૂપિયાથી ઓપન કરાવી શકાય છે. PPF Account માં તમારે દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા જરૂરી રહે છે. જરૂરી નછી તે તમે તેને એક સાથે જમા કરો, તમે થોડા-થોડા કરીને પણ આ પૈસા જમા કરાવી શકો છો.
દર વર્ષે ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ
PPF એકાઉન્ટમાં રોકાણ કરવા પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળે છે. તેનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો છે. જો તમે વર્ષમાં 500 રૂપિયા જમા ન કરો તો તમારા એકાઉન્ટને ડિફોલ્ટ એકાઉન્ટની કેટેગરીમાં સામેલ કરી દેવામાં આવે છે. તેને બીજીવાર ચાલૂ કરવા માટે 50 રૂપિયા પેનલ્ટી અને બાકીની રકમ જમા કરાવવી પડે છે.
15 વર્ષ બાદ પણ કરી શકો છો રોકાણ
PPF Account માં 15 વર્ષ પૂરા થયા બાદ તમને તમારા પૈસા, જમા અને વ્યાજ એમ કુલ પરત કરવામાં આવે છે. પરંતુ તે સમયે તમારે પૈસાની જરૂર ન હોય તો તેને 5 વર્ષ માટે આગળ વધારી શકો છો. અથવા તમે આગળ પૈસા પણ જમા કરાવી શકો છો અને પૈસા જમા કરવાનું બંધ કરીને પણ એકાઉન્ટ ચાલુ રાખી શકો છો. ત્યારબાદ તમે તેને 5 વર્ષ માટે વધારી શકો છો.
40 લાખથી વધુની રકમ મળશે પરત
પીપીએફ એકાઉન્ટના 15 વર્ષ પૂરા થવા પર તેની મેચ્યોરિટી થઈ જાય છે. તે સમયે તમને આશરે 40 લાખ રૂપિયા મળે છે. આવો જાણીએ કેટલા રૂપિયાના રોકાણ પર કેટલું રિટર્ન મળશે.
મહિને 1000 રૂપિયા જમા કરાવવા પર - 3 લાખ 15 હજાર 572 રૂપિયા મળશે
2000- રૂપિયા જમા કરાવવા પર 6 લાખ 31 હજાર 135 રૂપિયા મળશે
3000 રૂપિયા જમા કરાવવા પર - 9 લાખ 46 હજાર 704 રૂપિયા મળશે
4000 રૂપિયા જમા કરાવવા પર- 12 લાખ 72 હજાર 273 રૂપિયા મળશે
5000 રૂપિયા જમા કરાવવા પર - 15 લાખ 77 હજાર 841 રૂપિયા મળશે
10000- 31 લાખ 55 હજાર 680 રૂપિયા જમા કરાવવા પર મળશે
12000 રૂપિયા જમા કરાવવા પર - 37 લાખ 86 હજાર 820 રૂપિયા મળશે
12250 રૂપિયા જમા કરાવવા પર - 39 લાખ 44 હજાર 699 રૂપિયા મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે