Motor Insurance: આ કારણોસર વાહનનો વીમો નહીં થાય પાસ, વાહનમાલિકોએ પાળવા પડશે આ ખાસ નિયમો
વાહનચાલકો મુશ્કેલીના સમયે કામ આવે એ માટે Vehicle Insurance લેતા હોય છે. જો કે, ઘણી વખત મોટર વીમો લીધા પછી જ્યારે જરૂર પડે ત્યારે દાવાને પાસ કરાવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી મોટર વીમાનો દાવો ઝડપથી અને કોઈપણ અવરોધ વિના પાસ થઈ શકે.
Trending Photos
Vehicle Insurance Claim: રસ્તાઓ પર વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરમિયાન લોકો મોટર વીમો (Motor Insurance) પણ લે છે. જો કે, ઘણી વખત મોટર વીમો લીધા પછી જ્યારે જરૂર પડે ત્યારે દાવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી મોટર વીમાનો દાવો ઝડપથી અને કોઈપણ અવરોધ વિના પાસ કરી શકે છે.
પોલિસીધારકે જરૂરી અનુપાલન પ્રક્રિયાઓને અનુસરવી જોઈએ. વીમા કંપનીઓ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના ડ્રાઇવિંગ, દાવો ફાઇલ કરવામાં વિલંબ, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, કાર રેલીમાં ભાગ લેવો વગેરે સહિત અનેક કારણોસર દાવો નકારી શકે છે.
આ પણ વાંચો: જાણો તરબૂચ ખાવાના ફાયદા: સ્ત્રીઓ માટે વરદાન તો પુરૂષો માટે પરમેશ્વર સમાન છે તરબૂચ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: Holika Dahan 2023: હોલિકા દહન પછી ઘરે આવીને પહેલું કરજો આ કામ નહીં તો થશે ધનહાનિ
આ પણ વાંચો: 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
દાવામાં વિલંબ ટાળવા માટે વીમા કંપનીને તાત્કાલિક જાણ કરવી મહત્વપૂર્ણ છે. જો વાહન ચોરાઈ જાય અથવા અકસ્માત થાય, તો પોલિસીધારકે નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવી પડશે અને તેની નકલ વીમા કંપનીને સબમિટ કરવી પડશે. વીમા કંપનીના સર્વેયર નુકસાનની હદ જોશે, અંદાજ આપશે અને વીમા કંપનીને સમારકામ ખર્ચની જાણ કરશે.
આ પણ વાંચો: Holi 2023: ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ, વટ પડશે
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી
આ પણ વાંચો: ક્રિકેટના 3 એવા ખેલાડી, જેઓએ ભારત અને પાકિસ્તાન બન્ને માટે રમી છે ઇન્ટરનેશલ મેચ
જો તમે કારમાં CNG કીટ ફીટ કરો છો, તો પોલિસી રિન્યૂ કરતાં સમયે વીમા કંપનીને જાણ કરો. આ પછી વીમાદાતા આને કવરમાં ઉમેરશે અને પ્રીમિયમ અપડેટ કરશે. જો વીમાદાતાને તેના વિશે જણાવવામાં નહીં આવે તો દાવો નકારવામાં આવશે. જો વીમેદારનું વાહન વ્યક્તિગત ઉપયોગ માટે જાહેર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ વાણિજ્યિક હેતુઓ માટે કરવામાં આવે છે તો વીમા કંપની દાવો આપવાનો ઇનકાર કરી દેશે.
બીજી બાજુ, જો અકસ્માત કંપની દ્વારા નિર્ધારિત ભૌગોલિક વિસ્તારની બહાર થાય છે, તો વીમાદાતા દાવાઓને નકારી કાઢશે. આલ્કોહોલ અથવા ડ્રગ્સ લઈને વાહન ચલાવવાથી પણ દાવો અસ્વીકાર થઈ શકે છે. કોઈપણ દાવાનો અસ્વીકાર ટાળવા માટે વીમા પૉલિસીના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો.
આ પણ વાંચો: 90ના દાયકાની મીઠી વાતો: વાહ શું એ સમય હતો, ભૂતકાળ યાદ આવી જશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો: હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે