Exam Paper Leaks: બિલને રાજ્યપાલે આપી મંજૂરી, હવે પેપર લીક કરનારને થશે આકરી સજા; 5થી 10 વર્ષની સજા અને 1 કરોડનો દંડ

Exam Paper Leaks: ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન્સ બિલ, 2023 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદાના અમલ સાથે પેપર લીકમાં સામેલ લોકોને 10 વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
 

Exam Paper Leaks: બિલને રાજ્યપાલે આપી મંજૂરી, હવે પેપર લીક કરનારને થશે આકરી સજા; 5થી 10 વર્ષની સજા અને 1 કરોડનો દંડ

Exam Paper Leaks: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભરતી પરીક્ષામાં પેપર લીકને રોકવા માટે વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે તે કાયદો બની ગયો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે બિલ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. જેને રાજ્યપાલ દેવવ્રતે મંજૂરી આપી દીધી છે.

આ કાયદાના અમલ સાથે પરીક્ષા પેપર લીકમાં સામેલ લોકોને 10 વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ કાયદો ભરતી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરનાર અથવા અનધિકૃત રીતે પ્રશ્નપત્ર ખરીદનારા અને ગેરકાયદેસર રીતે પેપર ઉકેલનારાઓને સજા કરવા માટે બનાવવામાં આવ્યો છે. કાયદામાં એવી જોગવાઈ છે કે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઉમેદવારને ઓછામાં ઓછી ત્રણ વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયાની સજા થઈ શકે છે.

ઉપરાંત, જો કોઈ નિરીક્ષણ ટીમના કોઈપણ સભ્ય અથવા પરીક્ષા સત્તાધિકારીને ડરાવે ધમકાવે છે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયાની સજા થઈ શકે છે. જો કોઈ પરીક્ષાર્થી કે વ્યક્તિ ગેરવાજબી વ્યવહારમાં સંડોવાયેલ અથવા કાયદાની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાઈ આવે, તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, જે 10 વર્ષ સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત આવા આરોપીઓને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

સંગઠિત ગુનામાં સંડોવાયેલા દોષિત વ્યક્તિઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે
કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ સંગઠિત અપરાધમાં પરીક્ષા સત્તાધિકારી સાથે કાવતરું કરે છે અને અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરે છે, તો તેને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે જે 10 વર્ષ સુધીની હોઈ શકે છે અને એક કરોડ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. આ સાથે સંગઠિત અપરાધમાં સંડોવાયેલા દોષિતોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news