ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર!, Asian Development Bank ના રિપોર્ટથી થયો ખુલાસો
Trending Photos
નવી દિલ્હી: એશિયાઈ વિકાસ બેંક (ADB) એ ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માં 9 ટકાના ઘટાડાનું અનુમાન કર્યું છે. એડીબી તરફથી મંગળવારે જાહેર કરાયેલ એશિયાઈ વિકાસ પરિદ્રશ્ય (ADO) 2020 અપડેટમાં કહેવાયું છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. જેની અસર Consumer perception ઉપર પણ પડી છે. જેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 9 ટકાનો ઘટાડો જોવા મળશે.
જો કે એડીબીનું અનુમાન છે કે આગામી નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ઉછાળો આવશે. એડીબીએ કહ્યું કે અવરજવર અને કારોબારી ગતિવિધિઓ ખુલવાથી આગામી નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 8 ટકા રહેશે.
એડીબીના મુખ્ય અર્થશાસ્ત્રી યાસુયુકી સવાદાએ કહ્યું કે ભારતે મહામારીના પ્રસારને રોકવા માટે કડક લોકડાઉન લગાવ્યું. જેનાથી આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ. તેમણે કહ્યું કે આગામી નાણાકીય વર્ષ અને તેની આગળ અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે મહામારી પર અંકૂશના ઉપાય, તપાસ, નિગરાણી અને સારવારની ક્ષમતાનો વિસ્તાર મહત્વપૂર્ણ છે. આ ઉપાયોનો પ્રભાવી રીતે અમલીકરણની જરૂર છે. તો જ અર્થવ્યવસ્થા સમસ્યાથી બહાર આવશે.
(ઈનપુટ-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે