ગુજરાત વિધાનસભામાં પહેલીવાર કોઈ મંત્રીના મુલાકાતીને પ્રવેશ નહિ, તમામના ટેસ્ટ બાદ શરૂ થશે ચોમાસું સત્ર
Trending Photos
- કોવિડ મહામારીમાં આ સત્ર થઈ રહ્યું છે ત્યારે કાળજી રાખવી જરૂરી છે. આ વખતે કોઈ પણ લોકો વિધાનસભા જોવા નહિ આવી શકે. એવા સંજોગોમાં મુલાકાતીઓને સ્પીકર ગેલેરી મનાઈ ફરમાવાઈ છે.
હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરમા હવે થોડા દિવસોમાં ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે પહેલી વાર કોઈ પણ મંત્રીના મુલાકાતીને પ્રવેશ નહિ અપાય. આ વિશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, 21 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ચોમાસુ સત્ર મળી રહ્યું છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, વિશિષ્ટ સંજોગો છે. ત્યારે આ વખતે વિધાનસભામાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 171 ધારાસભ્ય છે. જેમાથી 92 ધારાસભ્ય નીચે હશે. તો 79 ધારાસભ્યોને ગેલેરીમાં સ્થાન અપાશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી જાસૂસ પકડાયો, પાકિસ્તાનને આપતો હતો નૌસેનાની સિક્રેટ માહિતી
તેઓએ વધુમાં કહ્યું કે, કોવિડ મહામારીમાં આ સત્ર થઈ રહ્યું છે ત્યારે કાળજી રાખવી જરૂરી છે. આ વખતે કોઈ પણ લોકો વિધાનસભા જોવા નહિ આવી શકે. એવા સંજોગોમાં મુલાકાતીઓને સ્પીકર ગેલેરી મનાઈ ફરમાવાઈ છે. સત્ર પહેલા તમામ ધારાસભ્યના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. ધારાસભ્યો પક્ષની બેઠકમાં હાજર ન રહે તો પ્રથમ દિવસે 1 કલાક પહેલાં આવી ટેસ્ટ કરવી શકશે. તો સાથે જ ધારાસભ્યો તેમના વિસ્તારમાં કોવિડનો ટેસ્ટ કરવી સર્ટિફિકેટ લઈને આવી શકશે.
આ પણ વાંચો : કોરોના સંક્રમણમાં અમે બાળકોને શાળામાં નહિ મોકલીએ, વાલીઓની સ્પષ્ટ વાત
આ ઉપરાંત વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી છે. અધિકારી દીર્ઘામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. બેઠક વ્યવસ્થા માટે ધારાસભ્ય વહેલા આવી જોઈ શકશે. એટલુ જ નહિ, ધારાસભ્યોના ડ્રાઈવર કે અન્ય કોઈ અંગત વ્યક્તિને પણ અંદર પ્રવેશ નહિ અપાય. 2 અલગ અલગ દ્વારમા પ્રવેશ થઈ શકશે. અધિકારીઓ ધારાસભ્ય અને પત્રકારોને જ પ્રવેશ મળશે. વિધાનસભામાં અંદર 25 પત્રકારો બેસી શકશે. પત્રકારો માટે અલગ વ્યવસ્થા કરી છે, જેની જવાબદારી માહિતી વિભાગને સોંપાઈ છે.
આ પણ વાંચો : લગ્ને લગ્ને કુંવારો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને ગુજરાતમાં લવાયો, મહિલાઓને ગણતો પોતાની ‘સો કોલ્ડ વિક્ટીમ’
આ વર્ષે શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ આપવામાં આવનાર છે. ત્યારે આ શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે એક બેઠક થશે. 2 ધારાસભ્યોને ગુજરાતમાં પ્રથમવાર એવોર્ડ અપાશે. તેઓને 1100 ગ્રામ ચાંદીની પ્લેટ અપાશે. સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં અંદર જ એવોર્ડ અપાશે. સત્ર શરૂ થતાં પહેલાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક 18 સપ્ટેમ્બરના રોજ મળશે. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી વિપક્ષના નેતા સહિતના સભ્યો તેમાં હાજર રહેશે.
સામાન્ય કાળમાં જ તમામ IAS અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સમયના અભાવે પ્રશ્નોત્તરી કાળ રાખવામાં આવ્યો નથી. 5 દિવસ માટે એક જ વાર કોરોના ટેસ્ટ માન્ય રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે