ભારતમાં બનશે દુનિયાની સૌથી ઉંચી રેલવે લાઇન, બોર્ડર સુધી સરળતાથી પહોંચીશે સેના અને દારૂગોળો
આ રેલવે લાઈન આઉટર હિમાલયન, ગ્રેટ હિમાલયન, શિવાલિક હિલ્સ આ ત્રણ પર્વતીય રેન્જમાંથી ધૌલાધર, પીરપંજલ, લેહ, કાંગરા, બિગ લાચી અને પીંગ પાર્વતી જેવી મોટી ટેકરીઓમાંથી પસાર થશે.
Trending Photos
નવી દિલ્હી: ટૂંક સમયમાં રેલવે દ્વારા ચંડીગઢથી લેહ પહોંચવાનું સરળ બનશે. નોર્થ રેલવે દરિયા તટથી 5370 મીટરની ઉંચાઇ પર દુનિયાની સૌથી ઉંચો રેલમાર્ગ બનાવવાનું કામ શરૂ કરી દીધુ છે. આ રેલમાર્ગ ટેક્ટિકલ દૃષ્ટિ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ રેલવે લાઈન આઉટર હિમાલયન, ગ્રેટ હિમાલયન, શિવાલિક હિલ્સ આ ત્રણ પર્વતીય રેન્જમાંથી ધૌલાધર, પીરપંજલ, લેહ, કાંગરા, બિગ લાચી અને પીંગ પાર્વતી જેવી મોટી ટેકરીઓમાંથી પસાર થશે. હાલમાં રેલવે લાઇન ભાનૂપાલી રેલવે સ્ટેશન સુધી છે ત્યાંથી લેહ સુધી બીજી રેલવે લાઇન લગભગ 475 કિલોમીટર છે. આ રુટ પર પાટ્ટાઓ લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર રસ્તામાં લગભગ 244 કિલોમીટર રેલવેના પાટ્ટા પહાડોમાં ટનલ બનાવીને લગાવવામાં આવશે. હાલમાં ભાનૂપાલીથી લેહ વચ્ચે પાટ્ટા લગાવવાનું કામ શરૂ કરવા માટે ત્રણ સર્વે કરવામાં આવશે. નોર્થ રેલવેના મહાપ્રબંધક વિશ્વેશ ચૌબેએ જણાવ્યું હતું કે એક સર્વે પૂરો થઇ ગયો છે.
50 હજાર કરોડનો ખર્ચ
આ સર્વેને પુરો કરનારી એજન્સી રાઇટ્સના અનુસાર ભાનુપાલીથી લેહ વચ્ચે પાટ્ટા લગાવવામાં લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ રેલમાર્ગમાં 30 સ્ટેશન, નાના-મોટા 124 બ્રીજ, નાની-મોટી 74 ટનલ બનાવવામાં આવશે. આ રુટ પર લગભગ 27 કિલોમીટર લાંબી એક ટર્નલ બનાવવી પડશે. વર્લ્ડમાં કોઇપણ જગ્યાએ રેલમાર્ગમાં આટલી મોટી ટર્નલ બનાવવામાં આવી નથી. લેહમાં જ્યાં ટ્રેનનું છેલ્લુ સ્ટેશન હશે ત્યાં યાર્ડનું નિર્માણ કરવામાં આવશે અને આ યાર્ડનું નામ ફેયાર્ડ રાખવામાં આવશે. રેલવે આ રુટ પર બ્રોડગેજ પાટ્ટા લગાવશે. ત્યારે આ રુટ પર દોડાવવામાં આવતી ટ્રેનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ત્રણ એન્જિન લગાવવામાં આવશે. તેમાં બે અન્જિન આગળ અને એક એન્જિન પાછળ ટ્રેનને ધક્કો મારશે, જેથી ટ્રેન સીધા ચઢાણ પર સરળતાથી દાડી શકશે.
ટેકનિકલ દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હશે રેલવેનો આ પ્રોજેક્ટ
સુરક્ષા સલાહકારોના અનુસાર આ રેલમાર્ગ બનાવવા પછી સેના ચંડીગઢની લેહ સરળતાથી પહોંચશે. લેહના સાઉથ વેસ્ટમાં પાકિસ્તાન, નોર્થમાં ચાઇના, તુર્કીસ્તાન તેમજ રસિયન તુર્કિસ્તાન, ઇસ્ટમાં ચાઇનીઝ તિબ્બતનો વિસ્તાર પડે છે. આ રેલમાર્ગને બનાવ્યા બાદ આ ક્ષેત્રમાં સેનાની ઝડપી અને સુગમતાથી પહોંચવાના કારણે સેનાની સ્થિતિ બોર્ડર પર મજબૂત થશે. સીમા પર દેખરેખ રાખતા જવાનોથી લઈને યુદ્ધની પરિસ્થિતિમાં રજદ, યુદ્ધ સામગ્રી કારગિલ સુધી પહોંચવું સરળ બનશે. જેના કારણે પાકિસ્તાન અને ચીન પર દેખરેખ રાખવામાં સેનાને સરળતા રહશે. કેન્દ્ર સરકાર લેહને મનાલી સાથે જોડવાની મહત્વાકાંક્ષી યોજનાની સાથેસાથે લેહને શ્રીનગર સાથે રેલવે માર્ગ દ્વારા જોડવાની યોજના પર કામ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે