આવતીકાલથી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ દોડતી થશે, જાણી વિગતવાર માહિતી
આ ટ્રેન બંને દિશામાં નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
Trending Photos
Indian Railways News: પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બર, 2022થી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04 નવેમ્બર, 2022થી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સૂચના આપવામાં આવી હતી કે આ ટ્રેનની ઉદ્ઘાટન સેવા 02 નવેમ્બર, 2022થી શરૂ થશે અને નિયમિત સેવા 3જી નવેમ્બર, 2022થી શરૂ થશે. આ ટ્રેનની બાકીની વિગતો યથાવત રહેશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, ઉપરોક્ત ટ્રેન સેવાઓની સુધારેલી તારીખો સાથેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09015/09016 વલસાડ-વડનગર-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલ (ઉદ્ઘાટન સેવા)
ટ્રેન નંબર 09015 વલસાડ - વડનગર સુપરફાસ્ટ સ્પેશિયલ વલસાડથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 16:45 કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, ટ્રેન નંબર 09016 વડનગર-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલ વડનગરથી 17.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00.55 કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો 3 નવેમ્બર, 2022ના રોજ ઉદ્ઘાટન સેવા તરીકે દોડશે.
ટ્રેન નંબર 19009/19010 વલસાડ-વડનગર-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ (નિયમિત સેવા)
ટ્રેન નંબર 19009 વલસાડ - વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વલસાડથી દરરોજ 05.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.45 કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19010 વડનગર - વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ વડનગરથી દરરોજ 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00.35 કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો 4 નવેમ્બર, 2022 થી નિયમિત સેવા તરીકે ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ઉદ્ઘાટન ટ્રેન નંબર 09015/09016 માટે બુકિંગ 2 નવેમ્બર, 2022થી અને નિયમિત ટ્રેન નંબર 19009/19010 3 નવેમ્બર, 2022થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે