4 વખત બોનસ શેરની ભેટ, આ મહારત્ન કંપનીએ 1 લાખ રૂપિયાના બનાવી દીધા 72 લાખ

ઈન્ડિયન ઓયલ કોર્પોરેશને છેલ્લા 15 વર્ષમાં 4 વખત બોનસ શેર આપ્યા છે. બોનસ શેરના દમ પર કંપનીએ 1 લાખ રૂપિયાના રોકાણને 72 લાખ રૂપિયા બનાવી દીધા છે.

4 વખત બોનસ શેરની ભેટ, આ મહારત્ન કંપનીએ 1 લાખ રૂપિયાના બનાવી દીધા 72 લાખ

નવી દિલ્હીઃ ક્વોલિટી સ્ટોક્સમાં લાંબા સમયનું રોકાણ તમને માલામાલ કરી શકે છે. મહારત્ન કંપની ઈન્ડિયન ઓયલ કોર્પોરેશનના સ્ટોકે પણ આ કમાલ કરી દેખાડ્યો છે. ઈન્ડિયન ઓયલે બોનસ શેરના દમ પર લોન્ગ ટર્મ ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીના શેરમાં થોડા વર્ષ પહેલા રોકવામાં આવેલા 1 લાખ રૂપિયા હવે 72 લાખ રૂપિયાથી વધુ બની ગયા છે. ઈન્ડિયન ઓયલે છેલ્લા 15 વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને 4 વખત બોનસ શેરની ભેટ આપી છે. 

1લાખ રૂપિયાના બની ગયા 72 લાખ રૂપિયા
મહારત્ન કંપની ઈન્ડિયન ઓયલ કોર્પોરેશનના શેર 4 જુલાઈ 2008ના 28.44 રૂપિયા પર હતા. જો કોઈ વ્યક્તિએ તે સમયે કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 3516 શેર મળત. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશને વર્ષ 2008થી લઈને અત્યાર સુધી 4 વખત બોનસ શેર આપ્યા છે. જો આ બોનસ શેરને જોડી લો તો 1 લાખ રૂપિયાથી ખરીદેલા કુલ શેરની સંખ્યા વધીને 42192 થઈ જાય છે. ઈન્ડિયન કોર્પોરેશનના શેર 16 જુલાઈ 2024ના 170.70 રૂપિયા પર બંધ થયા છે. તેવામાં 42192 રૂપિયાની વર્તમાન વેલ્યૂ 72.02 લાખ રૂપિયા છે. 

કંપનીએ ક્યારે-ક્યારે આપ્યા છે બોનસ શેર
ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન (IOC)એ ઓક્ટોબર 2009ના 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા. એટલે કે કંપનીએ દરેક શેર પર 1 બોનસ શેર ઈન્વેસ્ટરોને આપ્યા હતા. મહારત્ન કંપનીએ જૂ0ન 2022માં 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. કંપનીએ દરેક 2 શેર પર 1 બોનસ શેર ભેટમાં આપ્યો હતો. અમે અમારી ગણતરીમાં ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન તરફથી આપવામાં આવેલા ડિવિડેન્ડને સામેલ કર્યાં નથી.

1 વર્ષમાં 75% વધી ગયા છે કંપનીના શેર
ઈન્ડિયન ઓયલ કોર્પોરેશનના શેર છેલ્લા એક વર્ષમાં 75 ટકા વધી ગયા છે. કંપનીના શેર 17 જુલાઈ 97.37 રૂપિયા પર હતા. મહારત્ન કંપનીના શેર 16 જુલાઈ 2024ના 170.70 રૂપિયા પર પહોંચી ગયા છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરમાં 31 ટકાની તેજી આવી છે. કંપનીના શેરનો 52 સપ્તાહનો હાઈ લેવલ 196.80 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 85.51 રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news