ભારતીય અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરશે કોરોના, નવી રિપોર્ટમાં થયા ઘણા ખુલાસા
આ દરમિયાન આપૂર્તિ વ્યવસ્થ્યા પર પ્રતિકૂળ અસર રહેશે. 'રેટિંગ એજન્સીના અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ઘટાડો આવશે. જોકે આગામી નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ઝડપથી આવશે અને તેના 8.5 ટકા પર રહેવાનું અનુમાન છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ અને લોકડાઉનના લીધે ભારતી અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત થવાની છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા માટે આ સંકટનો સમય છે. હાલની આર્થિક સ્થિતિ ખરાબ થવાની આશંકા છે.
સાખ નિર્ધારણ સાથે જોડાયેલી આ એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ (S&P Global Ratings)એ સોમવારે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં ચાલુ નાણાકીય વર્ષમાં 5 ટકાના ઘટાડાની આશંકા છે. તેને એ પણ કહ્યું કે જીડીપીના 1.2 ટકા વિશે નાણાકીય પ્રોત્સાહન વૃદ્ધિને રોકવા અને તેને ગતિ આપવા માટે પર્યાપ્ત નથી. એસ એન્ડપીએ ઉભરતા બજારો પર એક રિપોર્ટમાં કહ્યું કે કોરોના વાયરસ સંકટથી સેવા ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જોકે તેમાં નિયોક્તાઓ સંખ્યા છે. મોટી સંખ્યામાં નોકરીઓ ગઇ છે.
તેમણે કહ્યું કે 'પ્રવાસી મજૂર ભૌગોલિક રૂપથી વિસ્થાપિત થયા છે અને અમારું અનુમાન છે કે આ પ્રક્રિયાની અટકવામાં થોડો સમય લાગશે. આ દરમિયાન આપૂર્તિ વ્યવસ્થ્યા પર પ્રતિકૂળ અસર રહેશે. 'રેટિંગ એજન્સીના અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ઘટાડો આવશે. જોકે આગામી નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ઝડપથી આવશે અને તેના 8.5 ટકા પર રહેવાનું અનુમાન છે. તો બીજી તરફ 2022-23માં આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનું અનુમાન છે.
ભારતનો GDP 11 વર્ષના ન્યૂનતમ સ્તર પર આવી ગયો છે
ભારતનો જીડીપી વૃદ્ધિ દર 2019-20માં 4.2 ટકા રહ્યો જે 11 વર્ષના ન્યૂનતમ સ્તર પર છે. એસએન્ડપીએ કહ્યું કે 'રિઝર્વ બેંકએ ફેબ્રુઆરીથી નીતિગત દરમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે પરંતુ તેને લઇને આકર્ષણ નથી કારણ કે બેંક લોન લેવા ઇચ્છુક નથી. તો બીજી તરફ સરકારે જે નાણાકીય પ્રોત્સાહન જાહેરાત કરી છે. તે જીડીપીના ફક્ત 1.2 ટકા છે. આ આર્થિક વૃદ્ધિને અટકવા અને તેને ગતિ આપવા માટે પર્યાપ્ત નથી.
આ પહેલાં રેટિગ એજન્સી ફિચ અને ક્રિસિલએ પણ ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જ્યારે મૂડીઝે અર્થવ્યવસ્થામાં 4 ટકાનો ઘટાડાની આશંકા વ્યકત કરી છે.
સરકારે ગત મહિને 20.90 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી જેમાં આરબીઆઇ પાસેથી મળનાર કેસ સમર્થન સામેલ છે. આ પહેલાં એસએન્ડ પીએ કહ્યું હતું કે સરકાર પેકેજ જીડીપીના 10 ટકા નથી. સરકારે ડાયરેક્ટ જે નાણાકીય પેકેજ આપ્યું છે તે જીડીપીનાફક્ત 1.2 ટકા છે. બાકી 8.8 ટકા પેકેજમાં કેસ સમર્થન ઉપાય લોન ગેરેન્ટી સામેલ છે. જેથી વૃદ્ધિને ડાયરેક્ટ મદદ નહી મળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે