મોદી સરકારે બદલ્યો 26 વર્ષ જુનો નિયમ, સરકારી કર્મચારીઓને મોટી રાહત
કેન્દ્ર સરકારે 26 વર્ષ જુના તે નિયમમાં ફેરફાર કર્યો છે, જેના અંતર્ગત ગ્રુપ એ અને બીમાં આવનારા સરકારી કર્મચારીઓ શેર બજાર, ડિબેન્ચર અથવા મ્યૂચલ ફંડમાં 50 હજાર રૂપિયા સુધીનું રોકાણ કરી શકતા હતા.
Trending Photos
નવી દિલ્હી: બજેટમાં નોકરીયાત, ખેડૂતો અને મજૂરોને મોટી રાહત આપ્યા બાદ મોદી સરકારે સરકારી નોકરી કરતા લોકોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 26 વર્ષ જુના તે નિયમમાં ફેરફાર કર્યો છે, જેના અંતર્ગત ગ્રુપ એ અને બીમાં આવનારા સરકારી કર્મચારીઓ શેર બજાર, ડિબેન્ચર અથવા મ્યૂચલ ફંડમાં 50 હજાર રૂપિયા સુધીનું રોકાણ કરી શકતા હતા. તેનાથી વધારે રોકાણ કરવા માટે ગ્રુપ એ અને બીના કર્મચારીઓને કેન્દ્ર સરકારને જાણ કરવી પડતી હતી. પરંતુ હવે નવા નિયમ અનુસરા આ કર્મચારીઓ તેમની 6 મહિનાનો બેઝિક પગાર શેર બજાર અથવા મ્યૂચલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકે છે.
ગ્રુપ સી અને ડી માટે 25 હજારની લિમિટ
સરળ શબ્દોમાં કહીએ કો નવા નિયમ અંતર્ગત ગ્રુપ એ અને બીના કર્મચારી 1 એપ્રિલથી 31 માર્ચ વચ્ચે (નાણાકીય વર્ષ) તેમનો છ મહિનાના મૂળભૂત પગારનું રોકાણ કરી શકે છે. આ ઉપરાંત ગ્રુપ સી અને ડીના કર્મચારીઓ માટે આ સીમા 25 હજાર રૂપિયા છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કેમકે જુદા જુદા વેતન કમિશન અંતર્ગત દરેક સ્તરના સરકારી કર્મચારીનો પગાર પહેલાની સરખામણીએ વધ્યો છે. જોકે, રોકાણની સીમા વધારી તેમ છતાં અધિકારીઓએ શેર બજારમાં રોકાણ કર્યાની રકમની જાણકારી આપવાની તો રહેશે.
સરકારે નોટિફિકેશન જાહેર કરી આપી સૂચના
ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર સરકારની તરફથી જાહેર નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઇ અધિકારી તેની બે મહિનાથી વધારે બેઝિક પગાર શેર બજારમાં ઇનવેસ્ટ કરે છે તો તેને આ વિષયના સંબંધિત વિભાગને તેની જાણકારી આપવાની રહેશે. આ દરેક જાણકારી તેના કર્મચારી અઅથવા અધિકારીને સંબોધિત નાણકીય વર્ષમાં 31 જાન્યુઆરી સુધ સબ્મિટ કરવાનું રહેશે.
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે નિચલા સ્તરના અધિકારી તેમના મૂળ વેતના 18 હજાર રૂપિયાથી વધારેની માગ કરી રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો સરકાર લેવલ 5 સુધી અધિકારીઓના ફિટમેન્ટ ફેક્ટર 2019ને લોકસભા ચૂંટણી પહેલા વધારી શકે છે. તેની જાહેરાત ચૂંટણીની તારીખો જાહેરાત પહેલા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે