બજેટ 2019: વધી શકે છે Income tax છૂટની મર્યાદા, સરકાર વધારી શકે છે ખર્ચ કરવાની ક્ષમતા

બજેટ 2019: વધી શકે છે Income tax છૂટની મર્યાદા, સરકાર વધારી શકે છે ખર્ચ કરવાની ક્ષમતા

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. એવામાં કેંદ્વ સરકાર લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સામાન્ય બજેટમાં ઈન્કમ ટેક્સની છૂટની મર્યાદા વધારવાની જાહેરાત કરી શકે છે. તેના સંકેત નાણામંત્રાલય અને ઈન્કમ ટેક્સ વિભાગ વચ્ચે વચગાળાના બજેટના અંતિમ તબક્કાની વાતચીત બાદ મળ્યા છે. સાથે વચગાળાના બજેટમાં કેંદ્વની મોદી સરકાર હોમલોનાના મૂળધન અને વ્યાજ પર મળનાર ટેક્સની મર્યાદાને પણ વધારવા પર વિચાર કરી શકે છે.  

હાલમાં ઈન્કમ ટેક્સની મર્યાદા
કેંદ્વ સરકારના નિયમો અનુસાર, હાલના સમયમાં વાર્ષિક 2.50 લાખ રૂપિયા સુધીની આવક ઈન્કમ ટેક્સની મર્યાદાથી મુક્ત છે, જ્યારે ઈન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ બચાવનાર રોકાણ વિકલ્પ દ્વારા 1.5 લાખ રૂપિયાની રકમ સુધી ઈન્કમ ટેક્સમાં છૂટ મેળવી શકાય છે. ઈકોનોમી ટાઇમ્સના સમાચાર અનુસાર આ વર્ષના વચગાળાના બજેટમાં હાઉસિંગ લોનના વ્યાજ પર વાર્ષિક બે લાખ સુધીની રકમ પર ઈન્કમ ટેક્સમાં રાહત મળવાની આશા છે.

ત્રણ લાખ રૂપિયા થઇ શકે છે મર્યાદા
હાલના સમયમાં 2.50 લાખ રૂપિયા વાર્ષિક આવક ઈન્કમ ટેક્સના દાયરાથી મુક્ત છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીના વર્ષને જોતાં સરકાર આ વખતે વાર્ષિક ઈન્કમ મર્યાદાને વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. ગત વર્ષે બિહારના નાણા મંત્રી સુશીલ કુમારે મોદીને કેંદ્વ સરકારને બજેટમાં આ પ્રકારનો પ્રસ્તાવ આપ્યો હતો. જોકે સરકારે તેને માન્યો નહી.

શું હોય છે વચગાળાનું બજેટ
સામાન્ય રેતે કેંદ્વ સરકાર પોતાના ખતમ થઇ રહેલા કાર્યકાળવાળા વર્ષમાં વચગાળાનું બજેત રજૂ કરે છે. તેમાં એવી કોઇ મોટી જાહેરાત ન કરી શકાય જેને આગળ સંસદમાંથી મંજૂરી લેવાની હોય અથવા કાયદામાં ફેરફારની જરૂરિયાત પડે. એમ કહીએ કે આ બજેટ ચૂંટણીના વર્ષમાં થોડા સમય માટે દેશની વ્યવસ્થાને ચલાવવા માટે થનાર ખર્ચની વ્યવસ્થાની જાહેરાત ઔપચારિકતા માત્ર છે. સામાન્ય બજેટ નવી સરકારના શપથ લીધા બાદ રજૂ કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે મે 2019માં કેંદ્વની મોદી સરકારના પાંચ વર્ષ પુરા થવા જઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news