IIMC એલ્યુમની મીટ કનેક્શન્સ, સ્કોલરશિપ અને મેડિકલ ફંડ પર ભાર મુકાયો

 આઇઆઇએમસી એલ્યુમની એસોસિએશનની વાર્ષિક મીટ કનેકશન્સ મિઝોરમના આઇજોલ અને ઝારખંડના રાંચી તેમજ પશ્વિમ બંગાળના કોલકત્તામાં આયોજિત કરાઇ હતી. જેમાં સ્કોલરશિપ અને મેડિકલ ફંડ પર ભાર મુકવામાં આવ્યો હતો. દિલ્હીથી 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલ દેશ વિદેશમાં કુલ 21 કનેકશન્સ મીટની સિરીઝમાં આ સાથે 19 બેઠક મિલન સમારોહ સંપન્ન થયા છે. 13 એપ્રિલે હૈદરાબાદ અને ઢાકામાં આ આયોજન સાથે વર્ષ 2019ના વાર્ષિત મીટનો સિલસિલો પૂરો થશે. બાંગ્લાદેશની રાજધાનીમાં ઈમકા અધ્યક્ષ પ્રસાદ સાન્યાલ આ વર્ષના કનેક્શન્સ મીટના ઔપચારિક સમાપનની જાહેરાત કરશે. 
IIMC એલ્યુમની મીટ કનેક્શન્સ, સ્કોલરશિપ અને મેડિકલ ફંડ પર ભાર મુકાયો

નવી દિલ્હી : આઇઆઇએમસી એલ્યુમની એસોસિએશનની વાર્ષિક મીટ કનેકશન્સ મિઝોરમના આઇજોલ અને ઝારખંડના રાંચી તેમજ પશ્વિમ બંગાળના કોલકત્તામાં આયોજિત કરાઇ હતી. જેમાં સ્કોલરશિપ અને મેડિકલ ફંડ પર ભાર મુકવામાં આવ્યો હતો. દિલ્હીથી 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલ દેશ વિદેશમાં કુલ 21 કનેકશન્સ મીટની સિરીઝમાં આ સાથે 19 બેઠક મિલન સમારોહ સંપન્ન થયા છે. 13 એપ્રિલે હૈદરાબાદ અને ઢાકામાં આ આયોજન સાથે વર્ષ 2019ના વાર્ષિત મીટનો સિલસિલો પૂરો થશે. બાંગ્લાદેશની રાજધાનીમાં ઈમકા અધ્યક્ષ પ્રસાદ સાન્યાલ આ વર્ષના કનેક્શન્સ મીટના ઔપચારિક સમાપનની જાહેરાત કરશે. 

મિઝોરમ સબ ચેપ્ટરના કનેક્શન્સ આઇઝોલ મીટની અધ્યક્ષતા ચેપ્ટર અધ્યક્ષ ઇરેને લાલરૂઆતકિમીએ કરી હતી જેમાં આઇઆઇએમસીના પૂર્વોત્તર કેન્દ્રના પ્રભારી પ્રો. એસ.આર. સાઇલો ઉપરાંત ઈમકા મિઝોરમ સબ ચેપ્ટરના કોષાધ્યક્ષ એજરેલા ડેલિડિયા ફનાઇ, એક્ઝિક્યુટીવ મેમ્બર એન્જેલા લલરિતુઆંગી, કે. લાલરેમસાંગા, મારિયા ગ્રેસ લાલરામેગી, જેવી લાલપુનિયા અને એમી ફેલિસિયા ડેનિયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મીટને સંબોધન કરતાં પ્રો. સાઇવોએ આનંદ વ્યક્ત કર્યો હતો કે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘે મિઝોરમ સબ ચેપ્ટર અને વાર્ષિક મીટના આયોજનની શરૂઆત કરી છે. 

ઝારખંડ ચેપ્ટરની કનેક્શન્સ મીટ ચેપ્ટર અધ્યક્ષ મનોજ કુમારની ઉપસ્થિતિમાં સંપન્ન થયો, જેમાં સંબોધન કરતાં ઈમકા અધ્યક્ષ પ્રસાદ સાન્યાલે ઈમકા મેડિકલ આસિસ્ટંટ ફંડ અને ઈમકા સ્કોલરશિપની ચર્ચા કરી ભાર મુક્યો. મીટમાં પૂર્વ રાષ્ટ્રીય સંગઠન સચિવ વિજય પાંડે, રાષ્ટ્રીય સંગઠન સચિવ રીતેશ વર્મા, કેન્દ્રિય સમિતિ સભ્ય અફઝલ આલમ, ચેપ્ટર ઉપાધ્યક્ષ દેવવર્ત સિંહ, અમિત ગુપ્તા, મહાસચિવ પ્રણવ પ્રત્યૂષ દાસ, કોષાધ્યક્ષ કુમાર રાજેશ, સંગઠન સચિવ પૂજા ઉરાંવ, કાર્યકારિણી સભ્ય મનીષ સિંહ, સંતોષ ઉરાંવ, રાજેશ કુમાર, રણજીત કુમાર, અભિષેક કુમારે પણ સંબોધન કર્યું હતું. 

કનેકશન્સ કોલક્તા મીટની અધ્યક્ષતા પશ્વિમ બંગાળ ચેપ્ટરના અધ્યક્ષ સુબીર ભૌમિકે કરી હતી જ્યારે સંચાલન મહાસચિવ પિયાલી ચેટર્જીએ કર્યું હતું. કોલક્તા મીટને ઈમકા અધ્યક્ષ પ્રસાદ સાન્યાલ, રાષ્ટ્રીય સંગઠન સચિવ રીતેશ વર્મા, કેન્દ્રિય સમિતિ સભ્ય અતુલ ગુપ્તા, શંકર પંડિત, રાજસ્થાન ચેપ્ટરના અધ્યક્ષ અમૃતા મોર્ય, ઉડીસા ચેપ્ટરના પ્રતિનિધિ પદ્મલોચન પ્રધાન સહિત સિનિયર એલ્યુમની અસીસ ચક્રવર્તી, સુબીર ઘોષ, પ્રમોદ કુમાર, અમરીન ઇજહાર, પલ્લવી રાય, ઉત્સવ સહિત અન્ય લોકોએ સંબોધન કર્યું હતું. મીટમાં બંગાળ ચેપ્ટરે સ્થાનિક કક્ષાએ માસ મીડિયા સાથે જોડાયેલા મુદ્દા પર સેમિનાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news