Driving Licence અંગે આવ્યા અત્યંત ચોંકાવનારા સમાચાર, જાણીને પેટમાં ફાળ પડી જશે
Trending Photos
નવી દિલ્હી: Online Fraud: આજકાલ દરેક જણ પોતાનું વાહન ઈચ્છતા હોય છે. જેના માટે ડ્રાઈવિંગ લાઈસન્સની પણ જરૂર પડે છે. ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. આ વાતનો ફાયદો કેટલાક ઠગ ઉઠાવે છે અને લોકોને પોતાનો શિકાર બનાવે છે. વાત જાણે એમ છે કે ઈન્ટરનેટ પર ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવનારી ઓફિશિયલ વેબસાઈટ જેવી જ કેટલીક વેબસાઈટ્સ એક્ટિવ છે. આ ફેક વેબસાઈટ લાઈસન્સ બનાવવાના નામે લોકો સાથે ઠગી કરે છે.
3300 લોકો બન્યા ઓનલાઈન ફ્રોડનો શિકાર
આમ તો આ ચોર ઓનલાઈન રીતે અનેક કાળા કારનામાને અંજામ આપે છે. આવું જ કઈક ગાઝિયાબાદમાં જોવા મળ્યું. રાજનગરમાં રહેતા 30 વર્ષના કપિલ ત્યાગીએ 3300 લોકોને પોતાની ઠગીનો શિકાર બનાવ્યા. રોડ અને પરિવહન મંત્રાલયને આ અંગે જાણકારી મળે ત્યાં સુધીમાં તો કપિલ ત્યાગીએ 70 લાખથી વધુ રૂપિયા કમાઈ લીધા.
પરિવહન મંત્રાલયે સાઈબર સેલમાં કરી ફરિયાદ
પરિવહન મંત્રાલયના ડાયરેક્ટર પીયુષ જૈને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની સાઈબર સેલમાં આ મામલાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના લોકોએ ગૂગલ પર ડ્રાઈવિંગ લાયસન્સ માટે સર્ચ કર્યું. સર્ચ એન્જિન e-parivahanindia.online, www.roadmax.in અને Sarathiparivahan.com નામની વેબસાઈટની લિંક સૌથી ઉપર આવતી હતી, જેને અસલ સરકારી વેબસાઈટ માનીને પીડિત વ્યક્તિ તેના પર પોતાની ડિટેલ્સ ભરીને પૈસા ચૂકવી દેતો હતો. ત્યારબાદ કામ ન થવા પર લોકોએ તેની ફરિયાદ ટ્રાન્સપોર્ટ મંત્રાલયમાં કરી.
સાઈબર સેલે ચોર પકડ્યો
સતત મળી રહેલી ફરિયાદો બાદ સાઈબર સેલના ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ એસીપી રમણ મલ્હોત્રાના નેતૃત્વમાં એક ટીમ બનાવી. તપાસમાં જાણવા મળ્યું કે આ ફ્રોડનો માસ્ટર માઈન્ડ કપિલ ત્યાગી છે. જેની સાઈબર સેલે ધરપકડ કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કપિલે પોતાના અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા.
અસલી અને નકલી વેબસાઈટમાં આ રીતે જાણો ફરક
દિલ્હી પોલીસની સાઈબર સેલના ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે ઓનલાઈન સર્ચ કરતી વખતે લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સરકારી વેબસાઈટના અંતમાં .Gov.in હોય છે. તેનાથી અલગ અલગ કોઈ પણ વેબસાઈટ તે નામથી ભ ળતી આવે તો લોકોએ સાવધાન થવાની જરૂર છે.
સાઈબર સેલે આરોપી કપિલ પાસેથી 10 ચેકબુક, 15 સિમ કાર્ડ, 4 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 2 પેન ડ્રાઈવ, 2 હાર્ડ ડિસ્ક, 15 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સહિત લગભગ સાડા આઠ લાખ રૂપિયા જપ્ત કર્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે