Credit Card: ક્રેડિટ કાર્ડથી કરો છો પેમેન્ટ તો આવ્યા મોટા સમાચાર, RBIએ જાહેર કર્યો નવો નિયમ!

Reserve Bank of India: ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ (International credit card payments)આરબીઆઈ દ્વારા વિદેશી ચલણમાં કરવામાં આવતો ખર્ચ પણ હવે રિઝર્વ બેંકની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS)ના દાયરામાં આવી ગયો છે.

Credit Card: ક્રેડિટ કાર્ડથી કરો છો પેમેન્ટ તો આવ્યા મોટા સમાચાર, RBIએ જાહેર કર્યો નવો નિયમ!

નવી દિલ્હીઃ Reserve Bank of India: આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ (International credit card payments)દ્વારા વિદેશી ચલણમાં કરવામાં આવતો ખર્ચ પણ હવે રિઝર્વ બેંકની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ આવે છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (કરંટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ) સુધારા નિયમો, 2023 ને સૂચિત કરતા, નાણા મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં થતા ખર્ચને પણ LRSમાં સામેલ કરવામાં આવી રહ્યો છે.

ચૂકવી શકાય તેવી મહત્તમ રકમ કેટલી
LSR હેઠળ, વ્યક્તિ રિઝર્વ બેંકની પરવાનગી વિના પણ એક નાણાકીય વર્ષમાં મહત્તમ $ 2.5 લાખ વિદેશ મોકલી શકે છે. આ નોટિફિકેશનમાં LRSનો સમાવેશ કર્યા પછી, $2.5 લાખથી વધુનું વિદેશી ચલણ મોકલવા માટે RBIની મંજૂરીની જરૂર પડશે.

અગાઉની ચૂકવણી એલએસઆરના દાયરામાં આવતી ન હતી
આ સૂચના પહેલા, વિદેશમાં મુસાફરી કરતી વખતે થયેલા ખર્ચ માટે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડની ચૂકવણી LRS માટે પાત્ર ન હતી. નાણા મંત્રાલયે, આરબીઆઈ સાથે પરામર્શ કર્યા પછી જારી કરેલી સૂચનામાં, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રૂલ્સ, 2000 ની કલમ સાતને છોડી દીધી છે. આ કારણે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવતી ચુકવણીઓ પણ LRSના દાયરામાં આવી ગઈ છે.

લેવી પડશે મંજૂરી
ઈન્ડસ્લાવના પાર્ટનર શ્રેયા પુરીએ જણાવ્યું હતું કે જો નિયત નાણાકીય મર્યાદા ઓળંગી હોય તો જ ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં ચૂકવણી માટે પૂર્વ મંજૂરી જરૂરી છે. તેમણે તકહ્યું કે "અમારે જોવું પડશે કે ઉદ્યોગ આ ફેરફારોને કેવી રીતે લે છે," 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news