Bank Q4 Results: આ ખાનગી બેન્કનો નેટ પ્રોફિટ 17% વધી ₹10,707 કરોડ થયો, ઈન્વેસ્ટરોને 500% ડિવિડેન્ડની ભેટ
ICICI Bank Q4 Results: નાણાકીય વર્ષ 2023-2024ના માર્ચ ક્વાર્ટરમાં બેન્કનો નેટ પ્રોફિટ 17 ટકા વધી 10,707.53 કરોડ રૂપિયા રહ્યો. પરિણામની સાથે ખાનગી બેન્કે ઈન્વેસ્ટરોને ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ICICI Bank Q4 Results: ખાનગી સેક્ટરની દિગ્ગજ બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્કે ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. નાણાકીય વર્ષ 2023-24 ના માર્ચ ક્વાર્ટરમાં ICICI Bank નો નેટ પ્રોફિટ 17 ટકા વધી 10,707.53 કરોડ રૂપિયા રહ્યો. પરિણામની સાથે ખાનગી બેન્કે ઈન્વેસ્ટરો માટે ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે. 26 એપ્રિલે સ્ટોક 0.53 ટકા ઘટી 1107.15 ના સ્તર પર બંધ થયો હતો.
ICICI Bank Q4 Results
એક્સચેન્જ ફાઇલિંગ પ્રમાણે માર્ચ ક્વાર્ટરમાં ICICI Bank નો નફો 17 ટકા વધી 10,707.53 કરોડ રૂપિયા થઈ ગયો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં બેન્કનો નફો 9122 કરોડ રૂપિયા હતો. ચોથા ક્વાર્ટરમાં નેટ ઈન્ટરેસ્ટ ઇનકમ (NII) 19,093 કરોડ રૂપિયા રહ્યો, જે પાછલા નાણાકીય વર્ષના આ ક્વાર્ટર 17,667 કરોડ રૂપિયાની તુલનામાં 8 ટકા વધુ છે. તેમાં લોનમાં 16.8 ટકા ગ્રોથ અને નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ઘટી 4.40 ટકા રહી ગયો. બેન્કની નોન-ઈન્ટરેસ્ટ ઇનકમ 15.7 ટકા વધી 5,930 કરોડ રૂપિયા થઈ ગયો છે. માર્ચ ક્વાર્ટરમાં બેન્કની જોગવાઈઓ અડધાથી વધુ ઘટીને રૂ. 718 કરોડ થઈ હતી.
Q4FY24 માં ICICI બેન્કનો ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) 2.16% રહ્યો, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટર કરતા 2.81% ઓછો છે. બીજીતરફ ક્વાર્ટર માટે નેટ એનપીએ પાછલા વર્ષની તુલનામાં 0.48% ની તુલનામાં 0.42% રહ્યો.
ICICI Bank Dividend Details
BSE ની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે ICICI Bank ના બોર્ડે પરિણામની સાથે શેરધારકોને ડિવિવેન્ડની ભેટ આપી છે. ખાનગી બેન્કે ઈન્વેસ્ટરો માટે 500 ટકા ડિવિડેન્ડની જાહેરાત કરી છે. બેન્ક 2 રૂપિયા ફેસ વેલ્યૂ પર 10 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે