ગજબની માઈલેજ આપે છે આ સ્કૂટર, જાણીને દંગ રહેશો, કિંમત પણ સાવ ઓછી
Hero Electric એ એક એવું સ્કૂટર રજુ કર્યું છે કે જે એકવાર ચાર્જ કરતાની સાથે જ 200 કિમીથી વધુની એવરેજ આપે છે.
Trending Photos
નવી દિલ્હી: હાલના સમયમાં ઈલેક્ટ્રિક સ્કૂટરો (electric scooter) ની ડિમાન્ડ વધી રહી છે. ખાસ કરીને એકવાર ચાર્જ કર્યા બાદ સારી માઈલેજ આપનારા સ્કૂટરની માંગ સૌથી વધુ છે. આવામાં Hero Electric એ એક એવું સ્કૂટર રજુ કર્યું છે કે જે એકવાર ચાર્જ કરતાની સાથે જ 200 કિમીથી વધુની એવરેજ આપે છે. Hero Nyx-HX નામના આ ઈલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆતની કિંમત 64,640 રૂપિયા છે. FAME II સબસિડી બાદ દિલ્હીમાં આ તેની એક્સ શોરૂમ કિંમત છે. આ સ્કૂટરમાં રનિંગ કોસ્ટ બિલકુલ ઓછી છે. આ સાથે જ તેમા ભારે સામાન સરળતાથી લઈ જઈ શકાય છે. Hero Nyx-HX ઈલેક્ટ્રિક સ્કૂટરને અનેક વેરિયન્ટમાં બજારમાં રજુ કરાયું છે.
LPG ગ્રાહકોએ 1 નવેમ્બરથી ફોલો કરવી પડશે આ ડિલિવરી પ્રોસેસ, તો જ મળશે રાંધણ ગેસ સિલિન્ડર
અમારી સહયોગી વેબસાઈટ zeebiz.comના જણાવ્યા મુજબ Hero Electric Nyx-HX એક કમર્શિયલ સ્કૂટર છે. ખાસ કરીને ખાણીપીણીની વસ્તુઓની ડિલિવરી માટે ડિઝાઈન કરાયું છે. હીરોના આ નવા ઈલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ એકવાર ફૂલ ચાર્જમાં 82 કિમીથી 200 કિમીની છે. એટલે કે સ્કૂટરના શરૂઆતના વેરિયન્ટ ફૂલ ચાર્જ પર 82 કિમી સુધી ચાલશે જ્યારે ટોપ વેરિયન્ટ 210 કિમી સુધી દોડશે.
હીરોના જણાવ્યાં મુજબ આ નવા ઈલેક્ટ્રિક સ્કૂટરને યૂઝર્સ પોતાની બિઝનેસની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરી શકે છે. સ્કૂટરને કસ્ટમાઈઝ કરવા માટે આઈસ બોક્સ અને સ્પિલટ સીટ્સ જેવા અનેક ઓપ્શન મળશે. હીરો ઈલેક્ટ્રિકે નવી સિરીઝના સ્કૂટર બિઝનેસ ટુ બિઝનેસ સોલ્યુશન માટે તૈયાર કર્યા છે અને માર્કેટમાં તેની ટક્કર બજાર સહિત અન્ય કંપનીઓના કમર્શિયલ સ્કૂટર સાથે થશે.
Hero Electric Nyx-HX ઈલેક્ટ્રિક સ્કૂટરમાં અનેક ફીચર્ચ છે. તે બ્લ્યુટૂથ ઈન્ટરફેસથી ઓન ડિમાન્ડ કનેક્ટિવિટી માટે ચાર લેવલ સાથે આવે છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરને ટ્રેક કરવાની સુવિધા પણ તેમા અપાઈ છે. હીરો ઈલેક્ટ્રિકના આ નવા સ્કૂટરમાં 0.6 kW ઈલેક્ટ્રિક મોટર લાગેલી છે. સ્કૂટરની ટોપ સ્પીડ 42 કિમી પ્રતિ કલાક છે. જેમાં 1.536 kWh નો બેટરી પેક અપાયો છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ અને રિજનરેટિવ બ્રેકિંગ સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે