Hermes Of Ice Cream: આ આઈસ્ક્રીમની ભારે બોલબાલા! આગમાં પણ ઓગળતી નથી, કિંમત સાંભળીને ચોંકી જશો

ચીનની આ કંપનીને પહેલા  'Hermes of Ice Cream'  નામથી ઓળખવામાં આવતી હતી. Hermes એક ગ્રીક દેવતાનું નામ છે, જેમણે ક્લાસિકલ ગ્રીક કલ્ચરમાં સંરક્ષકનો દરજ્જો આપવામાં આવ્યો છે.

 Hermes Of Ice Cream: આ આઈસ્ક્રીમની ભારે બોલબાલા! આગમાં પણ ઓગળતી નથી, કિંમત સાંભળીને ચોંકી જશો

નવી દિલ્હી: આઈસ્ક્રીમના શોખીનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ચીનની એક આઈસ્ક્રીમ કંપની ચાઈસક્રીમ છેલ્લા કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયામાં વિવાદોનો સામનો કરી રહ્યું છે. ઘણા ઈન્ટરનેટ યૂઝર્સે દાવો કર્યો છે કે ચાઈસક્રીમ કંપનીની અમુક આઈસ્ક્રીમ આગની ભઠ્ઠીમાં પણ ઓગળતી નથી. ત્યારબાદ ઈન્ટરનેટ યૂઝર્સ આઈસ્ક્રીમમાં ઉપયોગ થનાર સામગ્રીઓને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે, કંપનીનું કહેવું છે કે તેઓ એવી કોઈ સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા નથી, જેની મંજૂરી નથી.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે વીડિયોઝ
ચીનની આ કંપનીને પહેલા  'Hermes of Ice Cream'  નામથી ઓળખવામાં આવતી હતી. Hermes એક ગ્રીક દેવતાનું નામ છે, જેમણે ક્લાસિકલ ગ્રીક કલ્ચરમાં સંરક્ષકનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ચાઈસક્રીમની આઈસ્ક્રીમના ઘણા વીડિયો ચાઈનીઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે લાઈટર કે બ્લોટોર્ચનની સામે રાખવાથી પણ આઈસ્ક્રીમ ઓગળી રહી નથી. અમુક વીડિયોઝમાં આઈસ્ક્રીમને 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર રાખવામાં આવી છે, પરંતુ તે જરા પણ પિઘળી રહી નથી.

આટલી છે ચાઈસક્રીમ આઈસ્ક્રીમની કિંમત
ઈન્ટરનેટ યૂઝર્સ આ વીડિયો શેર કરી સવાલ ઉઠાવી રહ્યા છે કે ઘણી કંપનીની આઈસ્ક્રીમમાં એડિટિવની માત્રા વધારે તો રાખવામાં આવી નથીને. તેની સાથે યૂઝર્સ ચાઈસક્રીમની આઈસ્ક્રીમની ભારે ભરખમ કીંમતો પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. કંપનીની સૌથી મોઘી આઈસ્ક્રીમનું નામ 'Zhong Xue Gao' છે. તેની કીંમત 66 યુઆન એટલે કે 10 ડોલર (લગભગ 800 ભારતીય રૂપિયા) છે. ચીનના બજારમાં આ કંપની Magnum અને Haagen-Dazs જેવી વેસ્ટર્ન આઈસ્ક્રીમ બ્રાન્ડને પડકાર આપે છે.

ચાઈસક્રીમે કરી સ્પષ્ટતા
વિવાદ થયા બાદ કંપનીએ આ અઠવાડિયે બુધવારે એક નિવેદન જાહેર કર્યું. કંપનીનો દાવો છે કે તેમનું ઉત્પાદન ફૂડ સેફ્ટીના સરકારી નિયમોનું પાલન કરે છે. કંપનીએ સોશિયલ મીડિયા વીબો પર એક પોસ્ટ નાંખીને સ્પષ્ટતા કરી છે, જેમાં લાખો લાઈક્સ મળી ચૂક્યા છે. કંપનીએ જણાવ્યું છે કે, અમે માનીએ છીએ કે આઈસ્ક્રીમની ગુણવત્તાને બેકિંગ, ડ્રાઈંગ અથવા તો હીટિંગના હિસાબથી જજ કરવી વિજ્ઞાનિક ઢબે બરાબર નથી. કંપનીએ જણાવ્યું છે કે, તેઓ પોતાની આઈસ્ક્રીમમાં જે સ્ટેબલાઈજર્સ એટલે કે ફૂડ એડિટિવ્સનો ઉપયોગ કરી રહ્યા છે, તેણે અમેરિકા સહિત ઘણા દેશોમાં માન્યતા પ્રાપ્ત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news