HDFC Bank અને IRCTC એ લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ડ, રેલવે સ્ટેશનો પર ખાવા-પીવાનું ફ્રી
Railway Lounge Access free: આ કો-બ્રાન્ડેડ કાર્ડ માત્ર એક વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. તે NPCI ના RuPay નેટવર્ક પર આધારિત હશે. આ કાર્ડનો ઉપયોગ તમામ ઑનલાઇન વેબસાઇટ્સ અને વેપારી આઉટલેટ્સ પર થઈ શકે છે જે રુપે કાર્ડ (Rupay Card) સ્વીકારે છે.
Trending Photos
IRCTC HDFC Bank Credit Card: ક્રેડિટ કાર્ડ અને તેના પર ઉપલબ્ધ ઑફર્સને લઈને કંપનીઓ અને બેંકો સતત નવા પ્રયોગો કરી રહી છે. આ કડીમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) અને ખાનગી બેંક એચડીએફસી બેંક (HDFC Bank) એ કો-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. રેલવે મુસાફરોને આનો લાભ મળશે અને તેમને હવે સ્ટેશન પર રાહ જોતા ખાવા-પીવાનું ટેન્શન નહીં રહે.
આ કો-બ્રાન્ડેડ કાર્ડ માત્ર એક વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. તે NPCI ના RuPay નેટવર્ક પર આધારિત હશે. આ કાર્ડનો ઉપયોગ તમામ ઑનલાઇન વેબસાઇટ્સ અને વેપારી આઉટલેટ્સ પર થઈ શકે છે જે રુપે કાર્ડ (Rupay Card) સ્વીકારે છે.
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
આ પણ વાંચો: Holika Dahan 2023: હોલિકા દહન પછી ઘરે આવીને પહેલું કરજો આ કામ નહીં તો થશે ધનહાનિ
વર્ષમાં 8 વખત મફત રેલ્વે લાઉન્જ ઍક્સેસ
આ કાર્ડ દ્વારા તમે એક વર્ષમાં 8 કોમ્પ્લિમેન્ટરી રેલ્વે લાઉન્જનો ઉપયોગ કરી શકો છો. જણાવી દઈએ કે દેશના પસંદગીના રેલવે સ્ટેશનો પર સ્થાપિત એક્ઝિક્યુટિવ લાઉન્જમાં મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ એક્ઝિક્યુટિવ લાઉન્જમાં વાઈ-ફાઈ, ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ, લગેજ રેક, ન્યૂઝપેપર, મેગેઝિન, ટીવી, ટોઈલેટ વગેરે જેવી સુવિધાઓ છે. IRCTC HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા લાઉન્જ એક્સેસ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો: જાણો તરબૂચ ખાવાના ફાયદા: સ્ત્રીઓ માટે વરદાન તો પુરૂષો માટે પરમેશ્વર સમાન છે તરબૂચ
આ પણ વાંચો: આ કારણોસર વાહનનો વીમો નહીં થાય પાસ, વાહનમાલિકોએ પાળવા પડશે આ ખાસ નિયમો
આ પણ વાંચો: Smartphone માં આ 5 ફીચર્સ ના હોય તો ભૂલથી પણ ના ખરીદતા! તમારા પૈસા ડૂબી જશે
UPI પેમેંટની સુવિધા
IRCTC HDFC બેંક ક્રેડિટ કાર્ડ RuPay નેટવર્ક પર આધારિત હોવાથી, તમે તેના દ્વારા UPI સુવિધા પણ મેળવી શકશો. તમે આ ક્રેડિટ કાર્ડને ભીમ, Paytm, Mobikwik, Freecharge, PayZapp જેવી કેટલીક UPI એપ્સ સાથે લિંક કરી શકો છો અને પડોશની નાની દુકાન પર ઇન્સ્ટોલ કરેલ મર્ચન્ટ UPI QR કોડ (Merchant UPI QR Code) સ્કેન કરી શકો છો અને આ કાર્ડ વડે ચુકવણી કરી શકો છો.
આ પણ વાંચો: Holi 2023: ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ, વટ પડશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો: હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા
જાણો કાર્ડ ખાસિયતો
- વેલકમ બેનિફિટના રૂપમાં કાર્ડ ધારકને કાર્ડ ઇશ્યૂ થયાના 30 દિવસની અંદર રૂ. 500 નું એમેઝોન વાઉચર મળશે.
- આ કાર્ડ દ્વારા, તમને www.irctc.co.in પર રૂ. 100ની ટ્રેન ટિકિટ બુકિંગ પર 5 રિવોર્ડ પોઈન્ટ મળે છે.
- આ ઉપરાંત, તમે Smart Buy દ્વારા બુકિંગ પર 5 ટકા કેશબેક મેળવી શકો છો.
- અન્ય કેટેગરી પર ખર્ચવામાં આવેલા દરેક રૂ. 100 પર 1 રિવોર્ડ પોઈન્ટ (ભાડાની ચૂકવણી અને સરકારી સંબંધિત વ્યવહારો, EMI, ફ્યુઅલ અને વૉલેટ રિલોડ વ્યવહારો પર લાગુ પડતું નથી)
- આ કાર્ડ દ્વારા IRCTC વેબસાઇટ અથવા એપ દ્વારા ટિકિટ બુક કરાવવા પર 1% ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં.
- 90 દિવસમાં 30,000 રૂપિયા ખર્ચવા પર, કાર્ડ ધારકને 500 રૂપિયાનું ગિફ્ટ વાઉચર મળશે.
આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: Isha Ambani House: 450 કરોડ રૂપિયા છે ઈશા અંબાણીના આલીશાન ઘરની કિંમત, 3D ડાયમંડ થીમમાં કરાયું છે ડિઝાઇન ; જુઓ અંદરના ફોટા
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે