એચડીએફસી બેંકની એક્સપ્રેસ કાર લૉનને ‘બેસ્ટ ઇન ક્લાસ લેન્ડિંગ સોલ્યુશન’ કરાઇ જાહેર

‘એક્સપ્રેસ કાર લૉન’ એક નવીનીકરણ છે, જેની મદદથી ડીલરના ખાતામાં ફક્ત 30 મિનિટમાં જ નાણાં જમા કરાવી શકાય છે. વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆતમાં આ સુવિધાને લૉન્ચ કરવામાં આવી હતી.

એચડીએફસી બેંકની એક્સપ્રેસ કાર લૉનને ‘બેસ્ટ ઇન ક્લાસ લેન્ડિંગ સોલ્યુશન’ કરાઇ જાહેર

એચડીએફસી બેંકની ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ સુવિધા ‘એક્સપ્રેસ કાર લૉન’ને નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, પેમેન્ટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને ફિનટૅક કન્વર્જન્સ કાઉન્સિલ દ્વારા 20 સપ્ટેમ્બર, 2022ના રોજ મુંબઈ ખાતે આયોજિત ગ્લોબલ ફિનટૅક ફેસ્ટમાં ‘બેસ્ટ ઇન ક્લાસ લેન્ડિંગ સોલ્યુશન’ જાહેર કરવામાં આવી છે. આ ફેસ્ટ એક એવું પ્લેટફૉર્મ છે, જેની પર ફિનટૅક ક્ષેત્રના સંબંધિત હિતધારકોને એકત્રિત કરવામાં આવે છે.

‘એક્સપ્રેસ કાર લૉન’ એક નવીનીકરણ છે, જેની મદદથી ડીલરના ખાતામાં ફક્ત 30 મિનિટમાં જ નાણાં જમા કરાવી શકાય છે. વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆતમાં આ સુવિધાને લૉન્ચ કરવામાં આવી હતી. તે વર્તમાન તેમજ નવા ગ્રાહકો માટે નવી કાર માટેની એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ લૉન જર્ની છે. બેંકે સમગ્ર દેશના ઑટોમોબાઇલ ડીલરોની સાથે તેની ધીરાણની એપ્લિકેશનને એકીકૃત કરી છે. બેંકનો ઇરાદો દેશમાં જે પ્રકારે કાર માટે ધીરાણ થઈ રહ્યું છે, તેમાં ક્રાંતિ લાવવાનો છે.

એચડીએફસી બેંક લિ.ના રીટેઇલ એસેટ્સના કન્ટ્રી હેડ અરવિંદ કપિલે જણાવ્યું હતું કે, ‘આ પ્રકારના પ્લેટફૉર્મ પર આવી સન્માનજનક માન્યતા પ્રાપ્ત કરીને અમે ખૂબ જ ખુશ છીએ. કાર ખરીદવાની 90 ટકા પ્રક્રિયાની શરૂઆત ઓનલાઇન થાય છે પરંતુ તે ભાગ્યે જ પૂરી થતી હોય છે, આ તથ્યને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસ કાર લૉનનો વિચાર જન્મ્યો હતો. આ લૉન એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ જર્ની મારફતે અંતરાલને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને એવી અપેક્ષા છે કે હાલમાં દેશમાં જે પ્રકારે કાર માટે ધીરાણ થઈ રહ્યું છે, તેમાં તે ક્રાંતિ લાવી દેશે. અમે આ ક્ષેત્રમાં સતત નવીનીકરણ કરવા માટે કટિબદ્ધ છીએ.’

કેટલાક રીપોર્ટો મુજબ, વાર્ષિક નવા 3.5 કરોડ વાહનોના વેચાણની સાથે આગામી 5-7 વર્ષમાં ભારતની ઑટોમોટિવ ઇન્ડસ્ટ્રી વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇન્ડસ્ટ્રી બની જશે. તેના પરિણામે લગભગ એક દાયકાની અંદર 35 કરોડ ફૉર-વ્હિલર્સ અને 25 કરોડ ટુ-વ્હિલર્સ રસ્તા પર દોડતાં જોઈ શકાશે. બેંક નિરંતર નવીનીકરણ કરી રહી છે અને રીટેઇલ ધીરાણના ક્ષેત્રમાં તેણે ઇન્ડસ્ટ્રીમાં ઘણી નવી પહેલ કરી છે, જેમ કે, 10 સેકન્ડમાં પર્સનલ લૉન અને સિક્યુરિટીઝ/મ્યુચ્યુઅલ ફંડ્સની સામે ડિજિટલ લૉન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news